સિમ્પલ સાડીને પણ હટકે લુક આપશે આવી ડિઝાઈનર બ્લાઉઝ

લગ્નગાળો શરૂ થાય એટલે અઠવાડિયા દસ દિવસમાં એકાદ બે લગ્નમાં હાજરી આપવાનું તો થતું જ હોય છે. આવા કોઈ પ્રસંગે જતી વખતે આધુનિક યુવતી પણ સાડી પહેરવાને જ પ્રાધાન્ય આપે છે પણ ત્યારે સમસ્યા એ આવે કે ગમે તેટલી હેવી સાડી પહેરી હોય પણ સિમ્પલ બ્લાઉઝ હોય તો કોઈ પોતાના તરફ ધ્યાન શા માટે આપે? […]

સિમ્પલ સાડીને પણ હટકે લુક આપશે આવી ડિઝાઈનર બ્લાઉઝ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:07 PM

લગ્નગાળો શરૂ થાય એટલે અઠવાડિયા દસ દિવસમાં એકાદ બે લગ્નમાં હાજરી આપવાનું તો થતું જ હોય છે. આવા કોઈ પ્રસંગે જતી વખતે આધુનિક યુવતી પણ સાડી પહેરવાને જ પ્રાધાન્ય આપે છે પણ ત્યારે સમસ્યા એ આવે કે ગમે તેટલી હેવી સાડી પહેરી હોય પણ સિમ્પલ બ્લાઉઝ હોય તો કોઈ પોતાના તરફ ધ્યાન શા માટે આપે? અને હવે એટલે જ હેવી સાડી સાથે ડિઝાઈનર બ્લાઉઝ પહેરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજકાલ ચણિયા ચોળી પણ પહેરે છે, એવામાં ક્યારેક ઓઢની ઓઢે પણ છે અને ક્યારેક નથી પણ પહેરતી.

  

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચણિયા ચોળીની ચોળી જ એવી રીતે સિવડાવેલી હોય છે કે ઓઢની ઓઢી ન હોય તો પણ ખરાબ ન લાગે. સિમ્પલ સ્ટાઈલથી સિવેલી ચોળી પર રબારી ભરત કે આભલા ટાંકીને આકર્ષક બનાવી શકાય છે અને સાથે ચોલીને મેચિંગ પર્સ લટકાવી દેવાય છે. બ્લેક કલરની સાડી હવે કોઈ પ્રસંગમાં ન પહેરાય એવા કોઈ બંધન રહ્યા નથી, એમાંય જો બ્લેક કલરની સાડીમાં જો ગોલ્ડન સ્કર્ટ બોર્ડર હોય તો તેનો ગેટઅપ જ અનેરો આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે ઘણી યુવતીઓ એવી સ્ટાઈલના બ્લાઉઝ સીવડાવે છે કે સાડીનો પાલવ વ્યવસ્થિત રહેવાની સાથે તેની અનોખી પેટર્ન અને એમ્બ્રોઈડરી પણ લોકોને દેખાય. ઘણી યુવતીઓ સિમ્પલ બ્લાઉઝ સિવડાવીને તેની આગળની તરફ યોક લગાવડાવે છે અને તેની ફ્લેર ધરાવતી સ્લીવ યોકથી શરૂ થાય છે. આની સાથે સાડી પહેરો કે માત્ર હેવી ચણીયો અને સાથે ઓઢી લો ઓઢણી તો સૌની નજર તમારા પરથી ખસવાનું નામ નહીં લે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">