સલમાન ખુર્શીદે ફરી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું જોઈએ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે હવે રાહુલ રાગ આલાપ્યો છે. 2019ની ચૂંટણીમાં હાર બાદ સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ટાંકી નિવેદન આપ્યું હતું. કે રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ પદ છોડી જવાથી પાર્ટી આત્મચિંતન કરી શકી નહોતી. ત્યારે હવે સલમાન ખુર્શીદે ફરી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું […]
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાયદા પ્રધાન સલમાન ખુર્શીદે હવે રાહુલ રાગ આલાપ્યો છે. 2019ની ચૂંટણીમાં હાર બાદ સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ટાંકી નિવેદન આપ્યું હતું. કે રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ પદ છોડી જવાથી પાર્ટી આત્મચિંતન કરી શકી નહોતી. ત્યારે હવે સલમાન ખુર્શીદે ફરી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું જોઈએ.
સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કોંગ્રેસના નેતાઓને શિખામણ આપતા કહ્યું કે, એવા લોકો મને જ્ઞાન ન આપે કે જેઓ વિશ્વસનીયતા અને રાજકીય વ્યૂહરચના વિશે કશુ જાણતા નથી. માટે હું ઘણો આશ્ચર્ય ચકિત છું. ખુર્શીદે વધુમાં લખ્યું કે, મારા પ્રત્યેનો વિશ્વાસ અને વફાદારી એ વ્યક્તિગત પસંદગી છે. તેમજ આ સમય વાસ્તવિક કે કાલ્પનિક ડર અને મતભેદથી બહાર નીકળી આગળ વધવાનો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો