Rajkot : ધોરાજીમાં વરસાદને કારણે ધોવાયા રસ્તા, પ્રજાએ પોસ્ટર લગાવી વ્યક્ત કર્યો રોષ, જુઓ Video

Rajkot : ધોરાજીમાં વરસાદને કારણે ધોવાયા રસ્તા, પ્રજાએ પોસ્ટર લગાવી વ્યક્ત કર્યો રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 05, 2023 | 9:36 PM

રાજકોટમાં ધોરાજીમાં રસ્તા ધોવાતાં લોકોએ અનોખો વિરોધ કર્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ પોસ્ટર લગાવીને રોષ વ્યક્ત કર્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર. બીજી તરફ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનું કહેવું છે કે, જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી પ્રજાની વચ્ચે જ છે. પરંતુ કેટલાક અસંતુષ્ટોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

Rajkot: ધોરાજીમાં રસ્તા ધોવાતા લોકોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. પ્રજાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવીને રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે,  સામાન્ય રીતે મત લેવા માટે નેતાઓ મોટા-મોટા વાયદા કરતા હોય છે. પરંતુ સંકટ સમયે શોધ્યે નથી જડતા. ધોરાજીમાં પણ કંઈક આવું જ જોવા મળતાં લોકોમાં પ્રજાના પ્રતિનિધિ વિરૂદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.

વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ધોરાજીના રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. તૂટેલા રસ્તાનું સમારકામ પણ ન કરાતા લોકોએ પોસ્ટર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે- ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું. અહીંયા ધારાસભ્ય ભાજપના છે. પ્રજાએ ખોબલે-ખોબલે મત આપ્યા પણ હવે પ્રજા વચ્ચેથી ધારાસભ્ય કેમ ગુમ છે ? આઠ મહિના પહેલા બનાવાયેલો જેતપુર રોડ કેમ તૂટી ગયો? કોન્ટ્રાક્ટર સાથે કોની સાંઠ-ગાંઠ છે? આવા સવાલોનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચો  : ગુજરાતમાં ક્યાં વરસશે તોફાની વરસાદ, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું, જુઓ Video

બીજી તરફ પોસ્ટર લાગ્યા બાદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સામે આવ્યા. તેમણે દાવો કર્યો કે જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી પ્રજાની વચ્ચે જ છે. પરંતુ કેટલાક અસંતુષ્ટોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. તેમણે કહ્યું કે- આવા કૃત્યોથી તેઓ વિચલિત નહીં થાય અને પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવવાનું કામ ચાલુ રાખશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો