રાજસ્થાનના જાલોર જીલ્લામાં મધ્યરાતથી ભારે વરસાદ,પવિત્ર યાત્રાધામ સુંધા પર્વત પર પૂર જેવી પરિસ્થિતિ,સુંધામાતાના ભક્તોમાં આનંદની લાગણી

|

Sep 19, 2020 | 4:03 PM

રાજસ્થાનના જાલોર જીલ્લામાં મધ્યરાતથી ભારે વરસાદ થયો છે. જાલોર જીલ્લાના પવિત્ર યાત્રાધામ સુંધા પર્વત પર વરસાદના ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. પર્વતીય વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સુંધા પર્વત પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બનાસકાંઠામાં 2017માં જ્યારે પુર આવ્યું હતું ત્યારે પણ જાલોર જીલ્લામાં ભારે વરસાદ થયો હતો અને […]

રાજસ્થાનના જાલોર જીલ્લામાં મધ્યરાતથી ભારે વરસાદ,પવિત્ર યાત્રાધામ સુંધા પર્વત પર પૂર જેવી પરિસ્થિતિ,સુંધામાતાના ભક્તોમાં આનંદની લાગણી
https://tv9gujarati.in/rajasthan-na-jaa…a-aanand-chhvayo/

Follow us on

રાજસ્થાનના જાલોર જીલ્લામાં મધ્યરાતથી ભારે વરસાદ થયો છે. જાલોર જીલ્લાના પવિત્ર યાત્રાધામ સુંધા પર્વત પર વરસાદના ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. પર્વતીય વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સુંધા પર્વત પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

બનાસકાંઠામાં 2017માં જ્યારે પુર આવ્યું હતું ત્યારે પણ જાલોર જીલ્લામાં ભારે વરસાદ થયો હતો અને ત્યારે સુંધા પર્વત પર આ જ પ્રકારના દ્રશ્યો દેખાયા હતા. ત્રણ વર્ષ બાદ થયેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર પવિત્ર યાત્રાધામ સુંધા પર્વત પર નદીઓ વહેતી થઇ છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ સુંધામાતાના ભક્તોમાં આનંદની લાગણી છવાઇ છે.

સુંધા પર્વત પર તેની આજુબાજુ મોટો પર્વતીય વિસ્તાર આવેલો છે અને તેના કારણે જ્યારે પણ ભારે વરસાદ થાય છે ત્યારે પાણી મંદિર ના પગથીયા સુધી વહેવા લાગે છે દર વર્ષે લાખું ગુજરાતી ભક્તો માં ચામુંડા ના દર્શન કરવા માટે સુંધા પર્વત પર જાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કુલદિપ પરમાર- બનાસકાંઠા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:41 am, Sun, 30 August 20

Next Article