પુલવામાના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા વાપીમાં ‘સ્ટ્રીટ ફોર ઓલ’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

|

Feb 24, 2019 | 2:01 PM

વાપીમાં આજે સ્ટ્રીટ ફોર ઓલ નામના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ગુંજન વિસ્તારમાં એક કિલોમીટર લાંબા રસ્તા પર ભુલાતી અને વિસરાતી જતી બાળપણની રમતો માટે આયોજન અને અને ડાન્સ અને મ્યુઝિક ના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા હતા.જેનો આનંદ લૂંટવા જાણે આખું વાપી ઉમટી પડયું હતું. TV9 Gujarati   Web Stories View […]

પુલવામાના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા વાપીમાં સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Follow us on

વાપીમાં આજે સ્ટ્રીટ ફોર ઓલ નામના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ગુંજન વિસ્તારમાં એક કિલોમીટર લાંબા રસ્તા પર ભુલાતી અને વિસરાતી જતી બાળપણની રમતો માટે આયોજન અને અને ડાન્સ અને મ્યુઝિક ના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા હતા.જેનો આનંદ લૂંટવા જાણે આખું વાપી ઉમટી પડયું હતું.

TV9 Gujarati

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જોકે મહત્વની વાત એ છે કે દર વખતે યોજાતા આ કાર્યક્રમમાં આ વખતે પુલવામા આતંકવાદી હુમલા માં શહીદ થયેલ શહીદો ના પરિવાર માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવ્યો હતો. જેથી વાપીવાસીઓએ ડાન્સ ધમાલ અને મસ્તી સાથે દેશભક્તિ પણ પ્રદર્શિત કરી હતી. વાપીના ગુંજન વિસ્તારમાં હરિયા હોસ્પિટલ રોડ પર આજે વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન અને વાપીની સેવાભાવી સંસ્થા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટ્રીટ ફોર ઓલ નામના આ અનોખા આયોજનમાં એક કિલોમીટર લાંબા રોડ પર સાથે ડાન્સ મ્યુઝિક અને દેશના અન્ય રાજ્યના સાંસ્કૃતિક નૃત્યોના સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.જેમાં પ્રોફેશનલ આર્ટિસ્ટ ઓ એ ઉપસ્થિતોને સંગીત અને લોક સંગીતના તાલે  ડોલાવ્યા,મહત્વપૂર્ણ છે કે દર વર્ષે  આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.પરંતુ આ વખતે આતંકવાદી  હુમલામાં શહીદ થયેલા પરિવારજનોને મદદરૂપ થવા માટે આ કાર્યક્રમના માધ્યમથી ફંડ ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતા.

મહત્વપૂર્ણ છે કે અત્યારના સમયમાં નાના બાળકોથી લઈ ઉંમરલાયક લોકો પણ મોબાઈલ, કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોવાથી તેની આડ અસરો પણ જોવા મળે છે.વધુમાં આવી વ્યસ્ત જીવન માં અનેક રમતો લુપ્ત થઈ રહી છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અને વર્ષો પહેલા રમાતી રમતો ને જીવંત રાખવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલના સમયમાં શહેરી વિસ્તારમાં અત્યારે સવારથી સાંજ સુધી ભાગદોડ ભરી જીંદગીમાં લોકો વ્યસ્ત રહેતા હોવાથી પોતાના અને પરિવાર માટે સમય ખૂબ ઓછો ફાળવી શકે છે.જો કે શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો અગાઉ રમાતી રમતો લુપ્ત થઈ રહી છે.અને શહેરના બાળકો આવી રમતો થી વંચિત રહે છે.

આ પણ વાંચો : પુલવામા હુમલા બાદ સ્લમ વિસ્તારના બાળકોએ ફિલ્મ ‘ઉરી’ જોઇને વડાપ્રધાન મોદીને કહ્યું, ‘HOW’S THE JOSH’

આથી આ લુપ્ત થતી રમતોને જીવંત રાખવા અને શહીદોના પરિવારના સહયોગ માટે યોજાયેલા કાર્યક્રમ ને મન ભરીને વાપી વાસીઓએ માણ્યો હતો અને પરિવાર સાથે ડાન્સ મસ્તી ધમાલની સાથે દેશભક્તિ પણ પ્રદર્શિત કરી હતી.

[yop_poll id=1762]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:01 pm, Sun, 24 February 19

Next Article