આ રાશિના લોકોએ ક્યારેય ન પાળવી બિલાડી, નહીં તો વધી જશે મુશ્કેલીઓ

|

Sep 29, 2024 | 3:09 PM

ઘણા લોકોને પોતાના ઘરમાં પ્રાણીઓ રાખવાનો શોખ હોય છે. લોકો વિવિધ કારણોસર પ્રાણીઓને રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમય દરમિયાન પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી રાશિના લોકો એવા હોય છે જેમણે જ્યોતિષ અને વાસ્તુ અનુસાર શ્વાન ન રાખવા જોઈએ, જ્યારે કેટલીક રાશિના લોકો એવા હોય છે જેમણે બિલાડી ન પાળવી જોઈએ. આવો જાણીએ તે રાશી.

આ રાશિના લોકોએ ક્યારેય ન પાળવી બિલાડી, નહીં તો વધી જશે મુશ્કેલીઓ
People of these zodiac signs should never keep a cat

Follow us on

ઘણા લોકોને પોતાના ઘરમાં પ્રાણીઓ રાખવાનો શોખ હોય છે. લોકો વિવિધ કારણોસર પ્રાણીઓને રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમય દરમિયાન પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી રાશિના લોકો એવા હોય છે જેમણે જ્યોતિષ અને વાસ્તુ અનુસાર શ્વાન ન રાખવા જોઈએ, જ્યારે કેટલીક રાશિના લોકો એવા હોય છે જેમણે બિલાડી ન પાળવી જોઈએ. કેટલાક એવા છે જેમના માટે સસલાં પાળવાથી આશીર્વાદ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ પોતાના ઘરમાં બિલાડી ન રાખવી જોઈએ. નહીં તો નુકસાન પણ થઈ શકે છે.

પ્રાણી કેમ ન પાળવા જોઇએ ?

ઘણા લોકો પોતાના જીવનમાં વાસ્તુ અને જ્યોતિષને ઘણું મહત્વ આપવાતા હોય છે. ઉપરાંત તેમની દિનચર્યામાં પણ વાસ્તુને લગતા નિયમોનું પાલન કરતા હોય છે, પરંતુ પ્રાણી એવી બાબત છે કે લોકો આ બાબતે કંઇ ખાસ ધ્યાન આપતા નથી, પરંતું એવી કેટલીક રાશિ છે જેમણે ઘરમાં પ્રાણી પાળવા ન જોઇએ, અથવા એમ કહિએ કે રાશી પ્રમાણે પ્રાણી પાળવા જોઇએ. સામાન્ય રીતે લોકો શ્વાન, બિલાડી,સસલું, ગાય,પોપટ જેવા પક્ષી તથા પ્રાણી પાળતા હોય છે. કાણકે આ પ્રાણીઓ અને પક્ષીઓને પણ માણસનો સાથ ગમે છે, જો તમે મેષ રાશિના જાતક છો તો તમારી રાશિનો સ્વામી મંગળ છે. અને બિલાડી રાહુની સવારી છે, એટલે મેષ રાશિના જાતકોને બિલાડી ન પાળવાની સલાહ આપવામાં આવે છે.

આ રાશિના લોકોએ પણ અંતર રાખવું જોઈએ

મેષ રાશિ સિવાય મિથુન રાશિના લોકોએ પણ બિલાડી ન પાળવી જોઈએ. કારણ કે આ રાશિનો સંબંધ બુધ સાથે છે. આવી સ્થિતિમાં જો બુધ પર રાહુનો પ્રભાવ ભારે બને છે તો વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ વધે છે અને વ્યક્તિને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પછી જો કન્યા રાશિના લોકોની વાત કરીએ તો આ રાશિના લોકો માટે પણ બિલાડી પાળવી શુભ નથી માનવામાં આવતી. આ રાશિનો સ્વામી પણ બુધ છે. આવી સ્થિતિમાં જો કન્યા રાશિના લોકો બિલાડી રાખે છે તો તેમને જીવનમાં માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024
Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video

બિલાડી અને રાહુ સાથે જોડાયેલી પૌરાણિક કથા શું છે?

એવું માનવામાં આવે છે કે બિલાડી દેવી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીનું વાહન છે. અલક્ષ્મીને વિખવાદ અને ગરીબીની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન કાલકૂટ પછી અલક્ષ્મીનો જન્મ થયો હતો. બિલાડી પાળવી એ શુભ માનવામાં આવતું નથી કારણ કે તે દેવી અલક્ષ્મીનીનું વાહન છે. અન્ય માન્યતાઓની વાત કરીએ તો બિલાડીને રાહુનું વાહન પણ માનવામાં આવે છે. અને રાહુ એવો છાયા ગ્રહ છે જે વ્યક્તિના સામાન્ય જીવનને પાટા પરથી ઉતારે છે. તેથી રાહુ દ્વારા શાસિત બિલાડીને ક્યારેય તમારા ઘરમાં ન લાવવી જોઈએ કે ન રાખવી જોઈએ.

માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

Next Article