મુખ્ય ન્યાયધીશ વિરુદ્ધ યૌન શોષણના કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય તે માટે દેશભરમાંથી 250થી વધુ મહિલા કાયદા નિષ્ણાંતોએ કરી અપીલ

|

Apr 24, 2019 | 6:01 PM

ભારતની સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો છે. જેને લઈને વધુ સુનાવણી 25 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. 24 એપ્રિલના રોજ આખા ભારતમાંથી 250થી વધારેની સંખ્યામાં વિવિધ મહિલા વકીલો, એકેડેમિક પ્રોફેસરો, મહિલા કાયદા નિષ્ણાંતોએ એક અપેક્ષ કોર્ટમાં અપીલ કરી છે અને આ યૌન શોષણના આરોપમાં નિષ્પક્ષ રીતે તપાસ અને […]

મુખ્ય ન્યાયધીશ વિરુદ્ધ યૌન શોષણના કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય તે માટે દેશભરમાંથી 250થી વધુ મહિલા કાયદા નિષ્ણાંતોએ કરી અપીલ

Follow us on

ભારતની સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન શોષણનો આરોપ એક મહિલાએ લગાવ્યો છે. જેને લઈને વધુ સુનાવણી 25 એપ્રિલના રોજ રાખવામાં આવી છે.

24 એપ્રિલના રોજ આખા ભારતમાંથી 250થી વધારેની સંખ્યામાં વિવિધ મહિલા વકીલો, એકેડેમિક પ્રોફેસરો, મહિલા કાયદા નિષ્ણાંતોએ એક અપેક્ષ કોર્ટમાં અપીલ કરી છે અને આ યૌન શોષણના આરોપમાં નિષ્પક્ષ રીતે તપાસ અને સુનાવણી થાય તેની માગણી કરી છે.

 

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સોમવારના રોજ ત્રણ સભ્યોની સમિતિ આ કેસ માટે બનાવવામાં આવી હતી જેમાં જસ્ટિસ બોબડે, જસ્ટિસ એન.વી.રમણ અને જસ્ટિસ ઈંદિરા બેનર્જીનો સમાવેશ થાય છે, જે આ મુખ્ય ન્યાયધીશ પર લાગેલા આરોપોને લઈને યોગ્ય તપાસ કરશે.

મહિલાઓ દ્વારા કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે નિષ્પક્ષ ન્યાય માટે અલગથી સ્વતંત્ર કમિટીની રચના વહેલી તકે કરવામાં આવે. મહિલાને તેમની પસંદ મુજબના વકીલની ફાળવણી સાથે તમામ પ્રકારની લીગલ મદદ પુરી પાડવામાં આવે. છેલ્લે અપીલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિયમ પ્રમાણે આ તપાસ 90 દિવસ સુધીના ગાળામાં પુરી કરવામાં આવે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:59 pm, Wed, 24 April 19

Next Article