ઓફિસ વર્ક અને હોમ મેનેજમેન્ટને આ રીતે કરો હેન્ડલ, વાંચો આ અહેવાલ

|

Sep 26, 2020 | 11:41 PM

વર્કિંગ વુમન પર બમણી જવાબદારી હોય છે. ઓફિસનું કામ તો હોય જ છે. સાથોસાથ ઘરનું પણ કામ કરવાનું હોય છે. એવામાં મહિલાઓ માટે ઘરની રોજિંદી સફાઈ અધૂરી રહી જવાથી ઘણી વાર સ્ટ્રેસ અનુભવતી હોય છે. સમયસર કામ પૂરું ન થવાથી તેને ચિંતા અને ગભરામણ પણ થાય છે. પરિણામે ન ઘરનું કામ થઈ શકે છે ન […]

ઓફિસ વર્ક અને હોમ મેનેજમેન્ટને આ રીતે કરો હેન્ડલ, વાંચો આ અહેવાલ

Follow us on

વર્કિંગ વુમન પર બમણી જવાબદારી હોય છે. ઓફિસનું કામ તો હોય જ છે. સાથોસાથ ઘરનું પણ કામ કરવાનું હોય છે. એવામાં મહિલાઓ માટે ઘરની રોજિંદી સફાઈ અધૂરી રહી જવાથી ઘણી વાર સ્ટ્રેસ અનુભવતી હોય છે. સમયસર કામ પૂરું ન થવાથી તેને ચિંતા અને ગભરામણ પણ થાય છે. પરિણામે ન ઘરનું કામ થઈ શકે છે ન તો ઓફિસનું કામ યોગ્ય રીતે થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). રૂટિનમાં અવકાશ રાખો:

નિશ્ચિત રૂટિન બનાવવાને બદલે તમારી સુવિધા અનુસાર રૂટિન બનાવો. ભલે આખા અઠવાડિયાનું કામ હોય કે આખા એક દિવસનું નક્કી કરેલા રૂટિન અનુસાર કામ ન થવાથી સ્ટ્રેસ વધે છે. જેના કારણે અન્ય કાર્યો પર અસર થાય છે. સવારે ઓફિસે જવામાં મોડું થતું હોય તો સ્ટ્રેસ ન લો. સાંજે ઓફિસથી આવીને કપડાં વોશિંગ મશીનમાં ધોઈ શકાય છે.

2). બ્રેક લો:

મોટાભાગની મહિલાઓ કામ કરતી વખતે કંઈ ખાતી પીતી નથી. જ્યારે બધું કામ પતી જાય પછી જ એ ભોજન કરે છે. પછી એ ઓફિસવર્ક હોય કે ઘરનું. પણ આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય સાથે જ ચેડાં થાય છે. કામ ભલે કરો પણ બ્રેક લઈને કંઈક નાસ્તો કરો અથવા એનર્જી ડ્રિન્ક પીઓ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3). વધારે બોજ ન રાખો:

સામાન્ય રીતે મહિલાઓ કપડાં ભેગા કરતી હોય છે કે રજાના દિવસે ધોવાઈ જશે. એવામાં રજાનો આખો દિવસ કપડાં ધોવામાં જ નીકળી જાય છે. આમ ન થાય તે માટે સ્મોલ લોડ પોલિસી અપનાવો. રોજ પહેરવાના કપડાં રોજ ધોઈ લો. તે સાથે રોજ એક જોડી વધારાના કપડાં પણ ધુઓ.

4). 10 મિનિટ પિકઅપ:

વસ્તુઓ ઠેકાણે મુકવામાં ક્યારેક ઘણો સમય જાય છે. તે માટે રોજીંદુ પીકઅપ રૂટિન સેટ કરો. રોજ માત્ર 10 મિનિટનો સમય એક કામ કરો. એથી એક દિવસમાં કલાકોની મહેનત બચી જશે.

5). નવી રીત અપનાવો:

ઘણા લોકોને એક સાથે બે કામ કરવાની ટેવ હોય છે. તમને પણ આવી ટેવ હોય તો એવું કામ કરો જેમાં થાક ન લાગે. અને સમયનો ખ્યાલ પણ ન આવે. કામ દરમ્યાન સ્વજન કે મિત્રો સાથે ફોન પર વાત કરો, કામ સરળ થશે અને કંટાળો પણ નહીં આવે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article