જાણો રાજ્યસભાની 3 સીટ ફરીથી જીતવા ભાજપને તોડજોડની રાજનીતિ કરતાં કેમ લાગે છે ડર?

|

Feb 25, 2020 | 2:05 PM

અનિલ પટેલ | અમદાવાદ,  ગુજરાતમાં રાજ્ય સભાની 4 સીટો માટે 26 માર્ચે ઇલેક્શન થશે જેના માટે નોટિફીકેશનની જાહેરાત વિધિવત રીતે થઇ ગઇ છે.  ગુજરાતમાં હાલ બીજેપી પાસે 3 રાજ્યસભાની સીટો છે. જ્યારે કોગ્રેસ પાસે માત્ર 1 સીટ છે.  કેવી રીતે કોંગ્રેસ અને બીજેપી સોગઠા ગોઠવશે પણ બીજેપીને આ વખતે 3 સીટો પુનઃ જીતવા માટે આઠ […]

જાણો રાજ્યસભાની 3 સીટ ફરીથી જીતવા ભાજપને તોડજોડની રાજનીતિ કરતાં કેમ લાગે છે ડર?

Follow us on

અનિલ પટેલ | અમદાવાદ,  ગુજરાતમાં રાજ્ય સભાની 4 સીટો માટે 26 માર્ચે ઇલેક્શન થશે જેના માટે નોટિફીકેશનની જાહેરાત વિધિવત રીતે થઇ ગઇ છે.  ગુજરાતમાં હાલ બીજેપી પાસે 3 રાજ્યસભાની સીટો છે. જ્યારે કોગ્રેસ પાસે માત્ર 1 સીટ છે.  કેવી રીતે કોંગ્રેસ અને બીજેપી સોગઠા ગોઠવશે પણ બીજેપીને આ વખતે 3 સીટો પુનઃ જીતવા માટે આઠ સીટોની અછત છે પણ તે આ વખતે બિલ્કુલ તોડ જોડ કે ક્રોસ વોટીંગ કરાવવાના મુડમાં નથી તો કોગ્રેસની એક સીટ વધશે જેને લઇને પાર્ટી ખુશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો :   આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

ઇલેક્શન કમિશનના જાહેરાત બાદ જ રાજ્યસભા ઇલેક્શનને લઇને BJP અને Congress બન્ને પક્ષોએ કવાયત શરુ કરી છે પણ 2014ની સ્થિતિ કરતા 2020ની રાજનિતીક સ્થિતિ અલગ છે. કોંગ્રેસ છેલ્લાં 6 વર્ષમા્ં દેશમાં અને ગુજરાતમાં મજબુત થઈ છે.  હાલ ગુજરાતની રાજ્યના વિધાનસભાની સ્થિતિ જોઇએ તો BJP પાસે 103 સીટ છે તો કોંગ્રેસ પાસ 73 સીટ છે.  ભારતિય ટ્રાયબલ પાર્ટી પાસે 2 જ્યારે એનસીપી અને અપક્ષ ઉમેદવાર પાસે એક એક સીટ છે.  બીજેપીમાંથી લાલસિંહ વડોદીયા, ચુનીભાઇ ગોહિલ અને શંભુુપ્રસાદ ટુંડીયાનો કાર્યકાળ પુર્ણ થઇ રહ્યુ છે. જ્યારે કોગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રીનો રાજ્યસભાના સાસંદ તરીકે કાર્યકાળ પુર્ણ થઇ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગુજરાતમા રાજ્યસભાની ચાર સીટોનુ ગણિત સમજીએ તો  સામાન્ય અંદાજ પ્રમાણે 37 બેઠકો હોય તો એક રાજ્ય સભાની સીટ મળવાની સંભાવના છે.  જ્યારે કોંગ્રેસ પાસે 73 સીટ અને બીટીપીના 2 અને એનસીપી એક મળીને 76 સીટ થાય છે.  આ ગણિત પ્રમાણે કોંગ્રેસની એક સીટ વધવાની સંભાવના છે.  જ્યારે 2020 પ્રમાણે બીજેપીને 3 સીટો પુનઃ પ્રાપ્ત કરવા માટે 111 સીટો જોઇએ પણ BJP પાસે માત્ર 103 સીટો છે એટલે કે 8 ધારાસભ્યની અછત છે.  ત્યારે BJP પાસે 3 સીટો જીતવા માટે કોંગ્રેસમાંથી ક્રોસ વોટીંગ કરાવવા સિવાય બીજો કોઇ રસ્તો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજેપીના સિનિયર નેતાઓ માને છે કે બીજેપી કોઇ તોડફોડ કરવાના મુડમાં નથી. જેથી પાર્ટી 2 જ સીટ ઉપર ઉમેદવારો ઉતારશે ત્યારે શંભુનાથ ટુંડીયાને પાર્ટી અનુસુચિત જાતિના ચહેરા તરીકે રિપીટ કરી શકે છે તો ચુનિભાઇ ગોહિલના સ્થાને પાર્ટી કોઇ અન્ય નેતાને સ્થાન આપી શકે છે. જ્યારે લાલસિહ વડોદિયાને હવે પાર્ટી રિટાયર્ડ કરવાના મુડમાં છે. જો કે આ અંગે અંતિમ ફેસલો પાર્ટી હાઇ કમાન્ડ જ કરશે. જેના માટે અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આ અંગે પણ ચર્ચા વિચારણા સ્થાનિક નેતાઓ સાથે થઇ છે તેમ પણ સુત્રો જણાવી રહ્યા છે. પાર્ટી આ વખતે બહારના રાષ્ટ્રીય નેતાઓ કરતા સ્થાનિક નેતાઓની પસંદગી જ થશે તેવી સંભાવના પ્રબળ છે.

જાણો કેમ છે કોંગ્રેસ આ વખતે ચિંતામુક્ત? 

કોંગ્રેસના નેતા મનિષ દોશી માને છે કે આ વખતે BJP નવા પ્રયોગ નહી કરે કારણ કે કોંગ્રેસમાંથી જે લોકોને લઈ ગયા છે તેવા રાધવજી પટેલ હોય કે અન્ય કોંગ્રેસના નેતાઓ, તેમની મહત્વકાંક્ષાઓ BJP પુર્ણ કરી શકી નથી.  જેથી નવા કોંગ્રેસી ધારાસભ્યોને તોડીને તે નવુ જોખમ લેવા તૈયાર નહીં થાય. તેમને પણ ખબર છે જે રીતે પાર્ટીની અંદર જ હવે ખેચતાણ વધી છે. તેમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓના મનોબળમાં વધારો થયો છે પરિણામે આ વખતે રાજ્યસભામાં કોગ્રેસની ગણતરી પ્રમાણે 2 રાજ્યસભાની સીટ પાકી છે. કોંગ્રેસના સુત્રો કહે છે કે આ વખતે મધુસુદન મિસ્રિને પાર્ટીને રિપીટ કરી શકે છે તો તે સિવાય અર્જુન મોઢવાડીયા અને શક્તિ સિહ ગોહિલ પણ રેસમાં છે ત્યારે બન્ને પૈકી કોઇ એકની લોટરી લાગી શકે છે.

રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવી માને છે કે દિલ્હીમાં હારની અસર ગુજરાત BJPમાં પણ દેખાય છે.  તે સિવાય આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે BJP હાલ એવું કોઇ પણ જોખમ નહી લે જેથી તેને માટે સેટ બેક સાબિત થાય.  વધુમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં હાર પછી કોંગ્રેસનું મોરલ ઉંચુ છે, સાથે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયેલા અનેક નેતાઓ હાલ પસ્તાવો કરી રહ્યાં છે.   પરિણામે કોંગ્રેસમાંથી હવે કોઇ બીજેપીમાં હાલના તબક્કે જવા તૈયાર નહી થાય પરિણામે બીજેપીને પણ હવે તોડ જોડની રાજનીતિ કરતાં 100 વાર વિચારવું પડશે. આમ રાજ્યસભાની ચૂંટણીમાં  બીજેપી તોડ જોડ કરે તેવી સંભાવના નહીવત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:01 pm, Tue, 25 February 20

Next Article