નોંધણા ગામે જર્જરિત દિવાલ ધરાશાયી થવાથી બે બાળકીઓના મોતની ઘટના, પાડોશીની સદોષ માનવવધના ગુનામાં ધરપકડ કરાઈ

|

Oct 01, 2020 | 7:00 PM

27 ઓગષ્ટે જંબુસરના નોંધણા ગામે પાડોશીના મકાનની દિવાલ ધરાશાયી થવાથી બે બાળકોઓના મોતની ઘટનામાં પોલીસે ગુનાહિત બેદરકારી રાખનાર પાડોશી ઉપેન્દ્ર પટેલની સદોષ માનવ વધના ગુનામાં ધરપકડ કરી છે. જેને કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે સબજેલ ધકેલી દીધો હતો. નોંધણા ગામે ઉપેન્દ્ર પટેલના ઘરની જર્જરિત દિવાલ ઉપેન્દ્ર પરિવાર અને પાડોશીઓ માટે જોખમી હોવાની ગ્રામ પંચાયત દ્વારા […]

નોંધણા ગામે જર્જરિત દિવાલ ધરાશાયી થવાથી બે બાળકીઓના મોતની ઘટના, પાડોશીની સદોષ માનવવધના ગુનામાં ધરપકડ કરાઈ

Follow us on

27 ઓગષ્ટે જંબુસરના નોંધણા ગામે પાડોશીના મકાનની દિવાલ ધરાશાયી થવાથી બે બાળકોઓના મોતની ઘટનામાં પોલીસે ગુનાહિત બેદરકારી રાખનાર પાડોશી ઉપેન્દ્ર પટેલની સદોષ માનવ વધના ગુનામાં ધરપકડ કરી છે. જેને કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે સબજેલ ધકેલી દીધો હતો. નોંધણા ગામે ઉપેન્દ્ર પટેલના ઘરની જર્જરિત દિવાલ ઉપેન્દ્ર પરિવાર અને પાડોશીઓ માટે જોખમી હોવાની ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી દિવાલ ઉતારી લેવા જણાવ્યું હતું. પાડોશીઓની ફરિયાદ અને પંચાયતની નોટિસને ન ગણકારી જર્જરિત દિવાલ ઉતારવામાં આવી ન હતી. આ દિવાલ 17 ઓગષ્ટે વહેલી સવારે ધરાશાયી થઈ પાડોશી અર્જુન પરમારના ઘર ઉપર પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ઘટનામાં અર્જુનભાઈની બે દીકરીઓ હિના અને વિરાલી દબાઈ જવાથી મૃત્યુ પામી હતી. ઘટનામાં પ્રારંભે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં તપાસ બાદ નોટિસની અનદેખી ઘટનાનું કારણ બની હોવાનું સામે આવતા ઉપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ વિરુદ્ધ ઈપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. ઉપેન્દ્ર પટેલને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા તેને સબજેલ મોકલવા કોર્ટે હુકમ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article