ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) એ ઇરાકમાંથી તેના સુરક્ષા સલાહકાર મિશનને પાછું ખેંચી લીધું છે અને સેંકડો કર્મચારીઓને યુરોપમાં સ્થળાંતરિત કર્યા છે. ઉત્તરી ઇરાકમાં બ્રિટિશ, ફ્રેન્ચ અને ઇટાલિના ઠેકાણાઓ પર ઇરાની હુમલાઓની શ્રેણી પછી આ પગલું લેવામાં આવ્યું છે. નાટોના ટોચના કમાન્ડર, જનરલ એલેક્સિસ ગ્રિન્સેવિચે પુષ્ટિ આપી હતી કે બાકીના સૈનિકો શુક્રવારે રવાના થઈ ગયા હતા.
તેમણે મિશનને સુરક્ષિત રીતે આગળ વધવામાં મદદ કરવા બદલ ઇરાકી સરકાર અને અન્ય ભાગીદારોનો આભાર માન્યો. તેમાં સામેલ સૈનિકોને સાચા વ્યાવસાયિકો તરીકે વર્ણવ્યા.
આ મિશનની સ્થાપના 2018 માં ઇરાકી અધિકારીઓને અસરકારક સંસ્થાઓ અને દળોને વિકસાવવા અને મજબૂત કરવાના માર્ગો પર સલાહ આપવા માટે કરવામાં આવી હતી. આ મિશન અગાઉ મુખ્યત્વે બગદાદ વિસ્તારમાં કાર્યરત હતું. હવે તે ઇટાલીના નેપલ્સ સ્થિત નાટો મુખ્યાલયથી કાર્યરત થશે.
માહિતી અનુસાર,નાટોએ ઈરાન પર ઇઝરાયલ-અમેરિકા યુદ્ધ પછી વધેલી સુરક્ષા ચિંતાઓને કારણે નાટોએ ઇરાકમાં તેના મિશનમાંથી કર્મચારીઓને અસ્થાયી રૂપે પાછા બોલાવી લીધા છે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું , “આ પગલું અસ્થાયી છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. ઈરાકમાં ચાલી રહેલા પોતાના મિશનમાંથી કર્મચારીઓને તાત્કાલિક રીતે પાછા બોલાવી લીધા છે ” અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, “એક નાનું દળ છોડીને બાકી લગભગ બધા કર્મચારીઓને પાછા બોલાવી લેવાયા છે.” આ મિશનમાં અનેકઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેનું મુખ્ય મથક બગદાદમાં આવેલું છે, જે અમેરિકન દૂતાવાસની નજીક છે,અને આ વિસ્તાર ઘણીવાર હુમલાઓનું નિશાન બને છે
Breaking News : Qatar LNG Export : કતાર એનર્જી પરના હુમલાથી ભારતના ગેસ પુરવઠા પર 5 વર્ષ સુધી અસર પડશે, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો