Pakistan Economic Crisis: ગૃહ યુદ્ધથી માત્ર એક પગલુ દૂર પાકિસ્તાન, 65 લાખ બેરોજગાર યુવાનો ભારત માટે વધારશે મુશ્કેલી, જાણો કેમ

|

Jan 24, 2023 | 1:30 PM

Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં વધી રહેલી આર્થિક કટોકટીથી હવે મોટા પાયે બેરોજગારીને આમંત્રણ આપી રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. નિષ્ણાતોને ડર છે કે જો બેરોજગારી વધતી રહેશે તો પાકિસ્તાનમાં ગુનાખોરી પણ વધશે. પાકિસ્તાનમાં 2023માં લગભગ 65 લાખ લોકો બેરોજગાર હશે.

Pakistan Economic Crisis: ગૃહ યુદ્ધથી માત્ર એક પગલુ દૂર પાકિસ્તાન, 65 લાખ બેરોજગાર યુવાનો ભારત માટે વધારશે મુશ્કેલી, જાણો કેમ
65 લાખ પાકિસ્તાની બેરોજગાર યુવાનો ભારત માટે વધારશે મુશ્કેલી
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે મોટા ભાગના સામાન્ય લોકો પરેશાન છે. મોંઘવારી ચરમસીમાએ છે, જેના કારણે લોકો ખાદ્યપદાર્થો ખરીદી શકતા નથી અને બેરોજગારી પણ સતત વધી રહી છે. દરરોજ હજારો પાકિસ્તાનીઓ તેમની નોકરી ગુમાવી રહ્યા છે. વર્ષ 2023માં પણ લાખો લોકોએ તેમની નોકરી ગુમાવવી શકે છે. પાકિસ્તાના સમાચાર પત્ર ડૉનના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં બેરોજગારોની કુલ સંખ્યા 62.5 લાખની આસપાસ હોઈ શકે છે. આ પાકિસ્તાનમાં કુલ વર્કફોર્સના 8.5 ટકા છે.

નોકરી શોધનારાઓની સંખ્યામાં વધારો થશે

જો આ આંકડો વધશે તો નોકરી ગુમાવનારા અને નવી નોકરી શોધનારાઓની સંખ્યામાં વધારો થશે. પાકિસ્તાન સરકાર IMFની શરતોને પહોંચી વળવા ટૂંક સમયમાં મિની બજેટ રજૂ કરવા માંગે છે.

આ મિની બજેટ પાકિસ્તાન માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે જો મીની બજેટમાં IMFની ભલામણો સ્વીકારવામાં આવશે તો ગેસ, વીજળી, પેટ્રોલિયમ સહિત તમામ ચીજવસ્તુઓની કિંમતો વધી જશે. તેના કારણે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થશે. 13 જાન્યુઆરી સુધી પાકિસ્તાન પાસે હવે માત્ર 4.6 બિલિયન ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

પાકિસ્તાનમાં ગુનાઓમાં થશે વધારો

સરકાર IMF પાસેથી વહેલી તકે પેકેજની અપેક્ષા રાખી રહી છે. પાકિસ્તાનના સૌથી ખાસ મીત્રો પણ તેની મદદ કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં શાહબાઝ સરકાર મિની બજેટને મોકૂફ નહીં રાખી શકે તે નિશ્ચિત છે. મિની બજેટ આવવાથી બેરોજગારીમાં સીધો વધારો થશે.

પાકિસ્તાનમાં 25 કરોડ લોકો રહે છે. તેમાંથી 62.5 લાખ પુખ્ત વયના લોકો એવા છે જેઓ કામ કરવા માટે તૈયાર છે, પરંતુ તેમની પાસે નોકરી નથી. આ આંકડો પાકિસ્તાનમાં વધતા સંગઠિત અપરાધનો પણ ખતરો ઉભો કરશે. બેરોજગાર યુવાનો માત્ર પાકિસ્તાનને જ નહીં, પરંતુ ભારત માટે પણ મુશ્કેલી ઊભી કરશે.

ભારત માટે પણ મુશ્કેલીમાં વધારો કરી શકે છે પાકિસ્તાની બેરોજગારો

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો એવા યુવાનોની શોધ કરે છે, જેઓ ભારત વિરુદ્ધ કાવતરું કરવા માટે ઓછા પૈસાના લોભ માટે આતંકવાદી બની શકે. જો આટલી મોટી વસ્તી બેરોજગાર હશે, તો તેમની વચ્ચે એવા ઘણા લોકો હશે જેઓ તેમના પરિવારને ઉછેરવા માટે આતંકવાદી બનવાનું સ્વીકારશે. 2023માં પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો થતો દેખાતો નથી.

એટલે કે વર્ષ 2024 પાકિસ્તાન માટે પણ ખરાબ રહેશે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રિફાઈનરી, ટેક્સટાઈલ, આયર્ન, ઓટોમોબાઈલ અને ખાતર સહિત અનેક ઉત્પાદનો બંધ થવાના આરે પહોંચી ગયા છે.

Next Article