ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી ફરાળી મુઠીયા, જાણો વાનગી બનાવવાની રીત

|

Oct 03, 2019 | 8:18 AM

ફરાળી મુઠીયા ઢોકળા મુખ્ય સામગ્રી : 1) રાજગરાનો લોટ, 2) શિંગોડાનો લોટ, 3) વરાળે બાફેલા કાચા કેળા, 4) બટેકા Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં […]

ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી ફરાળી મુઠીયા, જાણો વાનગી બનાવવાની રીત

Follow us on

ફરાળી મુઠીયા ઢોકળા

મુખ્ય સામગ્રી :

1) રાજગરાનો લોટ,
2) શિંગોડાનો લોટ,
3) વરાળે બાફેલા કાચા કેળા,
4) બટેકા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સામગ્રી :

1) ૨૫ ગ્રામ રાજગરાનો લોટ
2) ૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ
3) ૫ થી ૬ નંગ વરાળે બાફેલા કાચા કેળા
4) ૪ નંગ કાચા ખમણેલા બટેકા
5) ૩ થી ૪ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
6) દોઢ ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર
7) ૨ ટેબલ સ્પૂન ખાંડ
8) ૩ થી ૪ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, 9) ૧/૨ ટેબલ સ્પૂન સાજીના ફુલ
10) ૫૦ ગ્રામ ખાટું દહીં
11) સ્વાદ મુજબ સીધવ મીંઠુ
12) ૨ ટેબલ સ્પૂન જીરૂ,
13) ૧૦ થી ૧૫ કઢી પત્તા (મીઠો લીમડો)
14) ૫ ટેબલ સ્પૂન તેલ
15) ૨ ટેબલ સ્પૂન ધાણાજીરૂ (નાખવુ હોય તો)
16) ૧૦૦ ગ્રામ શિંગદાણાનો અધકચરો પાવડર
17) ૧ ટેબલ સ્પૂન તલ

આ પણ વાંચો: ઉપવાસમાં બનાવો એકદમ ટેસ્ટી ફરાળી દહીંવડા, જાણો વાનગી બનાવવાની રીત

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ કેળાને વરાળે બાફી લો અને છીણી લો અને બટેકાને છાલ ઉતારી છીણી લો.

૨ ) ૧/૨ ટેબલ સ્પૂન તેલ મધ્યમ આંચે ગરમ કરીને તેમાં છીણેલા બટેકાને સાંતળી લો. અને પાંચ મિનિટ ઢાંકી રાખો.

૩ ) એક વાસણમાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, અધકચરા વાટેલા શિંગદાણા,આદુ મરચાની પેસ્ટ,લાલ મરચા પાવડર, ધાણાજીરૂ, ખાંડ,સાજીના ફુલ,જીણી સમારેલી કોથમીર,૧ થી ૨ ટેબલ સ્પૂન તેલ સ્વાદ મુજબ મીંઠુ નાખીને બધી જ વસ્તુઓને એકરસ કરી હલાવી લો.

૪ ) દહીંથી તેનો પરોઠા જેવો લોટ બાંધો. લોટ બાંધતા દહીં ઓછુ લાગે તો હુફાળું ગરમ પાણી ઉમેરી લોટ બાંધો.

૫ ) હાથમાં થોડુ તેલ લગાવી બાંધેલા લોટમાંથી નાના લંબગોળ લોયા બનાવો.

૬ ) એક મોટા વાસણમાં મધ્યમ આંચે ગરમ પાણી કરો. તેમાં ચારણી ઊંધી વાળો. ચારણી પર થોડું તેલ પહેલા લગાવી દો.તેના પર લોટમાંથી વાળેલા લુવા (મુઠિયા) ગોઠવીને વરાળ બહાર ન નીકળે તેવી રીતે ઢાંકણ ઢાંકીને વરાળે મુઠિયાને ૨૦ થી ૨૫ મિનિટ રહેવા દો.

૭ ) મુઠિયા ચડી ગયા છે કે નહી તે જોઇ લો જો મુઠિયા કાચા હોય તો ૧૦ મિનિટ વધુ મધ્યમ આંચે ચડવા દો.(મુઠિયા ચેક કરવા માટે તેના પર ચપ્પુ મુકીને જોવું. જો મુઠિયાનો લોટ ચપ્પુ પર ચોટે તો મુઠિયા બરાબર ચડ્યા નથી.)

૮ ) ચડી ગયેલા મુઠિયાને થોડી વાર ખુલ્લા રાખો અને પછી તેના ચપ્પુથી નાના ટુકડા કરો.

૯ ) એક કડાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલને ગેસની મધ્યમ આંચે ગરમ મુકો. તેમાં જીરૂ,મીઠા લીમડાના પત્તા, અને તલ નાખો. જીરૂ ઉપર આવે એટલે તેમાં કટકા કરેલા મુઠિયા નાખી ધીમે ધીમે હલાવતા રહો. અને કડક થવા દો. (થોડાક લાલાસ પડતા થવા દો)

10) સ્વાદ અને સજાવટ માટે વઘારેલા મુઠિયા પર કોપરાનું છીણ તથા સમારેલી કોથમીર નાખી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article