જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવાનો તખ્તો તૈયાર, મોસ્ટ વોન્ટેડ ટોપ 10 આતંકીઓ સુરક્ષાદળોના નિશાના પર

|

Jun 04, 2019 | 12:01 PM

અમિત શાહે ગૃહ મંત્રાલયનું પદ સંભાળ્યાની સાથે જમ્મુ-કશ્મીરના આતંકવાદીઓના ખાતમાની તૈયારી કરી દીધી છે. તેમાં કશ્મીરના મોટા આતંકવાદી સંગઠનનો લીડરનો પણ સમાવેશ થાય છે. અમિત શાહે ગૃહ મંત્રીનું પદ સંભાળ્યું છે અને વિવિધ સુરક્ષાદળોની સાથે મંત્રણા કરવાનું પણ શરુ કરી દીધું છે. જાણવા મળી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરની ઘાટીમાં આતંક મચાવનારા આતંકવાદીઓ સામે ઠોસ […]

જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવાનો તખ્તો તૈયાર, મોસ્ટ વોન્ટેડ ટોપ 10 આતંકીઓ સુરક્ષાદળોના નિશાના પર

Follow us on

અમિત શાહે ગૃહ મંત્રાલયનું પદ સંભાળ્યાની સાથે જમ્મુ-કશ્મીરના આતંકવાદીઓના ખાતમાની તૈયારી કરી દીધી છે. તેમાં કશ્મીરના મોટા આતંકવાદી સંગઠનનો લીડરનો પણ સમાવેશ થાય છે.

અમિત શાહે ગૃહ મંત્રીનું પદ સંભાળ્યું છે અને વિવિધ સુરક્ષાદળોની સાથે મંત્રણા કરવાનું પણ શરુ કરી દીધું છે. જાણવા મળી રહ્યું છે જમ્મુ અને કાશ્મીરની ઘાટીમાં આતંક મચાવનારા આતંકવાદીઓ સામે ઠોસ કાર્યવાહી કરવાનું નક્કી થયું છે. ક્યાં ક્યાં આતંકવાદીઓ ભારતના લશ્કરી દળોના નિશાના પર છે તેને લઈને એક લિસ્ટ પણ સેના દ્વારા તૈયાર કરાયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

TV9 Gujarati

 

ગૃહ મંત્રાલયનો અહેવાલ જોવા જઈએ તો સેનાએ આ વર્ષમાં 101 આતંકવાદીનો ખાતમો બોલાવી દીધો છે. જ્યારે ઘાટીમાં હજુ પણ 286 આતંકીઓ સક્રિય છે.

આ લિસ્ટમાં જોવા જઈએ તો પહેલાં ક્રમે મોહમ્મદ બિન કાસિમ છે.જે 2010થી આતંકી ગતિવિધીઓમાં સક્રિય છે. વસીમ અહમદ લશ્કર એ તોયબાના સંગઠનનો આતંકી છે જે શોપિયા જિલ્લાનો કમાંડર છે. અશરફ મોલવી હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી છે તે ઘણાં સમયથી અનંતનાગ જિલ્લામાં સક્રિય છે. મેહરાજુદ્દીન છે જે ચોથા ક્રમ પર આવે છે જે પણ હિજબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે અને બારામુલા સેક્ટરમાં સક્રિય છે. ડૉ સેફ હિજબુલનો આતંકી છે આ વિસ્તારમાં યુવાનોને ભરતી કરાવવામાં તે આગળ છે.

છઠ્ઠા ક્રમાંકે હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી છે જેનું નામ અરશદ ઉલ હક છે જે પુલવામામાં સક્રિય છે. હાફિઝ ઉમર પાકિસ્તાનનો રહેવાસી છે અને જૈશ લશ્કરી સંગઠન સાથે સંકળાયેલો છે. તે ચીફ ઓપરેશનલ કમાંડર છે. ઉમર અફગાની પણ જૈશ એ મોહમ્મદનો આતંકી છે. જાવેદ મટ્ટુ અલ બદરનો આતંકવાદી છે અને નોર્થ કશ્મીરમાં તેને પોતાનો અડ્ડો જમાવી દીધો છે. અજાજ અહમદ મલિક જે હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી છે અને તે કુપવાડા જિલ્લામાં કમાંડર છે.

આ પણ વાંચો:  આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર, ભારતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ

આમ સુરક્ષાદળોએ પોતાના લક્ષ્ય સાથે પોતાની કમાન સંભાળી છે અને કશ્મીર ઘાટીને મુક્ત કરવા માટે આ યાદી પણ જાહેર કરી દીધી છે. આમ અમિત શાહે ગૃહ મંત્રાલયનો પ્રભાર સંભાળવાની સાથે જ વિશેષ હલચલ જોવા મળી રહી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article