IPL 2020: ગયા વર્ષની ચેમ્પિયન ટીમને હરાવી CSKએ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવ્યું

|

Sep 20, 2020 | 12:06 AM

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (MI V/S CSK) વચ્ચે યોજાયેલી પહેલી મેચને ટીમ ધોની દ્વારા જીતી લેવાઈ છે. ઈન્ડીયન પ્રિમીયર લીગની પ્રથમ મેચને ચેન્નાઈ સુપર કિંગ્સે 163 રનના લક્ષ્યને પાર પાડતી રમત દાખવી જીતી લીધી હતી. આઈપીએલના પહેલા જ મુકાબલાને રોમાંચક બનાવતી આ મેચમાં  ક્રિકેટ ચાહકોને લાંબા સમય બાદ મેચને લઈને આનંદ સર્જાયો હતો. […]

IPL 2020: ગયા વર્ષની ચેમ્પિયન ટીમને હરાવી CSKએ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવ્યું

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (MI V/S CSK) વચ્ચે યોજાયેલી પહેલી મેચને ટીમ ધોની દ્વારા જીતી લેવાઈ છે. ઈન્ડીયન પ્રિમીયર લીગની પ્રથમ મેચને ચેન્નાઈ સુપર કિંગ્સે 163 રનના લક્ષ્યને પાર પાડતી રમત દાખવી જીતી લીધી હતી. આઈપીએલના પહેલા જ મુકાબલાને રોમાંચક બનાવતી આ મેચમાં  ક્રિકેટ ચાહકોને લાંબા સમય બાદ મેચને લઈને આનંદ સર્જાયો હતો. ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય સીએસકેના કેપ્ટન ધોની દ્વારા કરવામાં આવ્યો હતો. 20 ઓવરની મેચમાં પહેલી ઈનિંગમાં મુંબઈ ઈન્ડીયન્સે 9 વિકેટે 162 રનનો લક્ષ્ય સીએસકેને આપ્યો હતો. જેને બીજી ઈનિંગમાં બેટીંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમે લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુંબઈ ઈન્ડીયન્સ દ્વારા 163 રનના રાખવામાં આવેલા લક્ષ્યનો પિછો કરતા સીએસકેની ટીમ મેદાનમાં ઉતરી હતી અને તેના ઓપનીંગ કરવા માટે આવેલા બંને ઓપનરો જાણે કે શરુઆત કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. શેન વોટ્સન માત્ર 4 રન બનાવી બોલટના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. જ્યારે  મુરલી વિજય પણ માત્ર એક રન બનાવીને જેમ્સ પૈટિસન્સના બોલ પર આઉટ થયો હતો. ચેન્નાઈના ચાર નંબર પર આવેલા ખેલાડી અંબાતી રાયડુએ 33 બોલમાં 6 ચોક્કા અને 2 છક્કાની મદદથી અડધી સદી ફટકારી હતી અને ટીમને લક્ષ્ય પાછળ લઈ જવા સફળ રહ્યો હતો. રાયડુએ 48 બોલમાં 71 રનની પારી રમ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્રીજી વિકેટ માટે ડુપ્લેસ સાથે 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. ચેન્નાઈને ચોથા ઝટકા રુપે રવિન્દ્ર જા઼ડેજા 5 બોલમાં માત્ર 10 રન બનાવી આઉટ થતાં લાગ્યો હતો. કૃણાલ પંડ્યાએ તેને આઉટ કરી દીધો હતો. મુંબઈ ઈન્ડીયન્સનો જેની પર આધાર હતો એ રોહિત શર્મા કાંઇ ખાસ રમત નહીં દાખવી શકવાને લઈને એક મહાન સ્કોર મુંબઈ ખડકી શક્યુ  નહોતુ અને પરીણામે આસાન સ્કોર આપ્યો હતો. જેને ટીમ ધોનીએ આસાનીથી પાર પાડી દીધો હતો અને આમ સિઝનની પહેલી જ મેચમાં ચેન્નાઈ જીતીને પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવી દીધુ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:54 pm, Sat, 19 September 20

Next Article