IPL 2020: બંને ચેમ્પિયન ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો, કોણ કોની પર પડી શકે છે ભારે?

|

Sep 19, 2020 | 12:26 AM

આઈપીએલની 13મી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને ચૈન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો જામશે. આઈપીએલની સિઝનની શરુઆત બે ચેમ્પિયન ટીમો વચ્ચેના મુકાબલાથી થવાની હોઈ ક્રિકેટ રસિકોને પણ રોમાંચ વર્તાઈ રહ્યો છે. કારણ કે લાંબા સમય બાદ ક્રિકેટ ચાહકોને આનંદ માણી શકાશે કારણ કે, ગત માર્ચ માસ દરમ્યાન કોરોનાને લઈને લોકડાઉન લાગૂ થયું હતુ. લોકડાઉન અમલમાં […]

IPL 2020: બંને ચેમ્પિયન ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો, કોણ કોની પર પડી શકે છે ભારે?

Follow us on

આઈપીએલની 13મી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને ચૈન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો જામશે. આઈપીએલની સિઝનની શરુઆત બે ચેમ્પિયન ટીમો વચ્ચેના મુકાબલાથી થવાની હોઈ ક્રિકેટ રસિકોને પણ રોમાંચ વર્તાઈ રહ્યો છે. કારણ કે લાંબા સમય બાદ ક્રિકેટ ચાહકોને આનંદ માણી શકાશે કારણ કે, ગત માર્ચ માસ દરમ્યાન કોરોનાને લઈને લોકડાઉન લાગૂ થયું હતુ. લોકડાઉન અમલમાં આવતા જ દક્ષિણ આફ્રીકા સાથેની લખનઉની બીજી વન ડે અને આખીય શ્રેણીને રદ કરી દેવામાં આવી હતી. ત્યારથી લઈને આઈપીએલ સુધીના સમયગાળામાં ભારતીય ખેલાડીઓ કોઈ જ મેચ રમી શક્યા નથી. 5 માસ બાદ પ્રથમ મેચ સાથે ભારતીય ખેલાડીઓ યુએઈમાં રમતા જોઈ શકાશે. યુએઈમાં યોજાનારા આઈપીએલની આ જબરદસ્ત ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. આઈપીએલના આયોજનને લઈને ક્રિકેટના ચાહકોને જોરદાર મનોરંજન માણવા મળશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલી જ મેચ ચેમ્પિયન ટીમો વચ્ચે

પહેલી જ મેચ જબરદસ્ત મનોરંજક રહેશે તેમ ક્રિકેટ ચાહકોનું આઈપીએલનું ટાઈમ ટેબલ જાહેર થયું ત્યારથી માનવુ છે. કારણ કે બંને ટીમો આઈપીએલ ચેમ્પીયન છે એટલે કે દમદાર ટીમો છે. ડિફેન્ડીંગ મુંબઈ ઈન્ડીયન ટીમ ચાર વાર ટાઈટલ વિજેતા છે તો સામે ચેન્નઈ સુપર કિંગ્સ પણ ત્રણ વાર ટાઈટલ કબજે કરી ચુકી છે. જીતની બાબતમાં પણ છે મુંબઈ નો હાથ ઉંચો, બંને વચ્ચે રમાયેલી 30માંથી 18 મેચમાં મુંબઈ અને 12 મેચમાં સીએસકે વિજેતા થયુ છે. કોરોના મહામારીને લઈને યુએઈમાં ખસેડાયેલી આઈપીએલ ટુર્નામેન્ટમાં કોઈ જ દર્શક નહીં હોય. પરંતુ સાંજે 7.30 કલાકથી લોકો ઘરે જ ટીવી સ્ક્રીન સામે જરુર ગોઠવાઈ ગયા હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વાત મજબુત ટીમની

મજબુત ટીમની વાત કરવામાં આવે તો બંને ટીમો પોત પોતાની સહેજ પણ ઉણી ઉતરે તેવી નથી. મુંબઈ ઈન્ડીયન્સ પાસે વિશ્વસ્તરીય બેટ્સમેન રોહિત શર્મા કેપ્ટનના સ્વરુપે છે. તે સિવાય પણ હાર્દીક અને કૃણાલની જોડી, કિરોન પોલાર્ડ અને ડેથ બોલર તરીકે ઓળખાતો જસપ્રિત બુમરાહ પણ ટીમમાં સામેલ છે. ત્યારે ચેન્નઇ સુપર કિંગ્સ પણ અનુભવી ખેલાડીઓથી ભરપુર છે, ટીમ ધોની પાસે શેન વોટ્સન, ફ્રાફ ડુપ્લેસીસ, ડેવન બ્રાવો અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર છે તો ટીમ મુંબઈને બોલર લસિથ મલિંગા અને ટીમ સીએસકેને બેટ્સમેન રૈનાની ખોટ જરુર સાલશે.

વાત આંકડાબાજીની

1. સુરેશ રૈના 193 મેચ રમીને સૌથી વધુ આઈપીએલ મેચ રમનારો ખેલાડી છે. પરંતુ તેની ગેરહાજરીમાં હવે ચાર મેચ રમવા સાથે જ ધોનીને નામે આ રેકોર્ડ થઈ શકે છે.

2. ક્રિસ ગેઈલ 1000 સિક્સર ફટકારવાથી માત્ર 22 સિક્સર જ દુર છે. આઈપીએલમાં આ રેકોર્ડ કરનારો ગેઇલ પ્રથમ ખેલાડી બની શકે છે.

3. ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા 73 રન બનાવતા જ 100 વિકેટ ઝડપવા સાથે 2000 રન ધરાવતો પ્રથમ ક્રિકેટર બનશે.

4. 18મી વિકેટને ખેરવતા જ ડેથ બોલર જસપ્રિત બુમરાહ 20-20 ક્રિકેટની દુનિયાનો પ્રથમ ભારતીય બોલર હશે કે જેણે 200 વિકેટ લીધી હશે.

5. જીતની બાબતમાં મુંબઈનો હાથ સીએસકે કરતા ઉપર છે. બંને વચ્ચે રમાયેલી કુલ 30 મેચમાંથી મુંબઈ ઈન્ડીયન્સ 18 મેચ જીતી ચુક્યુ છે, જ્યારે ચેન્નાઇ 12 મેચમાં વિજેતા થઈ શક્યુ છે.

6. ટાઈટલ્સની બાબતમાં પણ આગળ છે મુંબઈ ઈન્ડીયન્સ. 4 આઇપીએલ ટાઈટલ વિજેતા છે મુંબઈ જેની સામે ચેન્નાઈ પણ ત્રણ વાર વિજેતા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:23 am, Sat, 19 September 20

Next Article