VIDEO: ISROએ વર્ષ 2020ની શરૂઆત વધુ એક સફળતાથી કરી, GSAT-30ને યુરોપિરયન હેવી રોકેટ એરિયન-5 થકી મોડી રાત્રે 2.35 વાગ્યે લૉન્ચ કરાયો

|

Jan 17, 2020 | 7:33 AM

ઈસરોએ વર્ષ 2020ની શરૂઆત વધુ એક સફળતાથી કરી છે.. સંચાર સેટેલાઈટ GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડમાં વધારો થશે. ઈસરોના GSAT-30ને યુરોપિરયન હેવી રોકેટ એરિયન-5 થકી મોડી રાત્રે 2.35 વાગ્યે લૉન્ચ કરાયો. દક્ષિણ અમેરિકાના ઉત્તરપૂર્વી તટ પર કૌરોના એરિયર પ્રક્ષેપણ તટ પરથી આ ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો છે. યુરોપિયન અંતરિક્ષ એજન્સીએ લૉન્ચ કરેલો […]

VIDEO: ISROએ વર્ષ 2020ની શરૂઆત વધુ એક સફળતાથી કરી, GSAT-30ને યુરોપિરયન હેવી રોકેટ એરિયન-5 થકી મોડી રાત્રે 2.35 વાગ્યે લૉન્ચ કરાયો

Follow us on

ઈસરોએ વર્ષ 2020ની શરૂઆત વધુ એક સફળતાથી કરી છે.. સંચાર સેટેલાઈટ GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડમાં વધારો થશે. ઈસરોના GSAT-30ને યુરોપિરયન હેવી રોકેટ એરિયન-5 થકી મોડી રાત્રે 2.35 વાગ્યે લૉન્ચ કરાયો. દક્ષિણ અમેરિકાના ઉત્તરપૂર્વી તટ પર કૌરોના એરિયર પ્રક્ષેપણ તટ પરથી આ ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો છે. યુરોપિયન અંતરિક્ષ એજન્સીએ લૉન્ચ કરેલો GSAT-30 15 વર્ષ સુધી કામ કરશે.

આ પણ વાંચો: VIDEO: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમમાં વન ડે મેચ, ક્રિકેટ રસિકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ એક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે જેની થોડી જ વારમાં એરિયન -5 VA251 નો ઉપરનો ભાગ સફળતાપૂર્વક જીસેટ-30 થી અલગ થઈ ગયો. 2020માં ઇસરોનું આ પ્રથમ મિશન છે. ઈસરોના જણાવ્યા અનુસાર જીસેટ-30 એ એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. તે INSAT-4A સેટેલાઇટની જગ્યાએ કાર્ય કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

INSAT સેટેલાઇટ-4 ની ઉંમર હવે પૂરી થઈ રહી છે અને ઇન્ટરનેટ ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. જેના કારણે વધુ શક્તિશાળી ઉપગ્રહની જરૂર હતી. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ઇસરોએ જીસેટ -30 લૉન્ચ કર્યો છે. તેનાથી ભારતની સંદેશાવ્યવહાર સેવાઓ સુધરશે. ઇન્ટરનેટની ગતિ વધશે અને મોબાઇલ સેવાઓ તે વિસ્તારોમાં પણ પહોંચશે જ્યાં તે હજી નથી પહોંચી. જીસેટ-30 ઉપગ્રહનું વજન લગભગ 3100 કિલો છે. તે 15 વર્ષ સુધી કામ કરવાનું ચાલુ રાખશે. તેને ભૂ-લંબગોળ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયો છે. તેમાં બે સોલાર પેનલ્સ અને બેટરી છે જે તેને ઉર્જા આપશે. મહત્વનું છે કે ઈસરો ચાલુ વર્ષે લગભગ 10 ઉપગ્રહ લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article