પાકિસ્તાની અધિકારીઓની જાસૂસીની ઘટના બાદ ભારતનું કડણ વલણ, દૂતાવાસના સ્ટાફની સંખ્યા અડધી કરાશે

|

Sep 28, 2020 | 12:45 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે દૂતાવાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં ભારતે પાકિસ્તાનના 2 અધિકારીઓને જાસૂસીના આરોપસર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ બાજુ પાકિસ્તાને પણ ખોટા આરોપ લગાવી ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓની અટકાયત કરી હતી. આ વિવાદ વકરી રહ્યો છે અને તેને લઈને ભારતે એક મોટો નિર્ણય લીધો છે. ભારતે […]

પાકિસ્તાની અધિકારીઓની જાસૂસીની ઘટના બાદ ભારતનું કડણ વલણ, દૂતાવાસના સ્ટાફની સંખ્યા અડધી કરાશે
ન્યૂ દિલ્હી સ્થિત પાકિસ્તાન દૂતાવાસ

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે દૂતાવાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં ભારતે પાકિસ્તાનના 2 અધિકારીઓને જાસૂસીના આરોપસર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ બાજુ પાકિસ્તાને પણ ખોટા આરોપ લગાવી ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓની અટકાયત કરી હતી. આ વિવાદ વકરી રહ્યો છે અને તેને લઈને ભારતે એક મોટો નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાનના નવી દિલ્હી સ્થિત દૂતાવાસના સ્ટાફને અડધો કરવાનો નિર્ણય લીધો છે. જો કે ભારત પણ  ઈસ્લામાબાદ સ્થિત દૂતાવાસની સંખ્યા અડધી કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

આ પણ વાંચો :  ચીનને થઈ ખાતરી ભારત હવે 1962 વાળુ ભારત રહ્યુ નથી, LAC પર પર્વત કાપીને બનાવાયા રોડ, હેલિકોપ્ટરથી પહોચાડાઈ રોડ બનાવવાની સામગ્રી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાનનો વ્યવહાર વિયેના કન્વેંશન મુજબ નથી. દ્વિપક્ષીય સમજૂતી મુજબ તેમના રાજદૂત અને કાઉન્સિલરના અધિકારીઓનો વ્યવહાર યોગ્ય નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત સરકારે આ બાબતે કડક વલણ દાખવ્યું છે. દિલ્હી સ્થિત પાકિસ્તાનના દૂતાવાસ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે કે તેઓ તેમના સ્ટાફમાં 50 ટકા સુધીનો ઘટાડો કરે. આ તરફ ભારત પણ ઈસ્લામાબાદ સ્થિત દૂતાવાસમાં 50 ટકા સ્ટાફનો ઘટાડો કરશે. દિલ્હી પોલીસે દિલ્હીના પાકિસ્તાન દૂતાવાસના બે અધિકારીઓને ભારતની જાસૂસી કરતાં રંગે હાથ ઝડપી લીધા હતા. આ બંને પાકિસ્તાની અધિકારીઓ ભારતમાં પૈસા આપીને સૈન્યની અગત્યની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. આ બંને અધિકારીઓએ એક નવી ઓળખ ઉભી કરીને ભારતીય સેનાની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સિવાય પત્રકાર બનીને રેલવેના એક અધિકારી પાસેથી દેશની સેનાનો સામાન કઈ તરફ જઈ રહ્યો છે તેની વિગત મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે દિલ્હી પોલીસે આ બંને અધિકારીઓને ઝડપી લીધા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:10 pm, Tue, 23 June 20

Next Article