INDvsAUS: હેઝલવુડ અને ઝંપાના બોલીંગ આક્રમણ સામે ભારતની 66 રને હાર, ધવન અને હાર્દીક પંડ્યાની શાનદાર અડધી સદી એળે ગઈ

|

Nov 27, 2020 | 6:10 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચોની સીરીઝની પ્રથમ મેચ આજે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. આ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.કેપ્ટન ફીંચ અને સ્મિથના શતકની મદદથી ઓસ્ટ્રેલીયાએ છ વિકેટ ગુમાવીને 374 રનનો જંગી સ્કોર ભારત સામે ખડક્યો હતો. જવાબમાં ભારતની બેટીંગ હૈઝલવુડ […]

INDvsAUS: હેઝલવુડ અને ઝંપાના બોલીંગ આક્રમણ સામે ભારતની 66 રને હાર, ધવન અને હાર્દીક પંડ્યાની શાનદાર અડધી સદી એળે ગઈ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચોની સીરીઝની પ્રથમ મેચ આજે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. આ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.કેપ્ટન ફીંચ અને સ્મિથના શતકની મદદથી ઓસ્ટ્રેલીયાએ છ વિકેટ ગુમાવીને 374 રનનો જંગી સ્કોર ભારત સામે ખડક્યો હતો. જવાબમાં ભારતની બેટીંગ હૈઝલવુડ અને ઝંપાની બોલીંગ સામે ઇનીંગ લડખડાઇ જવા પામી હતી. આઠ વિકેટ ગુમાવીને 50 ઓવરના અંતે 308 રન કર્યા હતા. આમ 66 રને ભારતની હાર સાથે ઓસ્ટ્રેલીયા એ 1-0 થી બઢત મેળવી હતી.

ઓસ્ટ્રેલીયાની બેટીંગ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેપ્ટન આરોન ફીંચ અને ડેવિડ વોર્નરે ઇનીંગની શરુઆત કરી હતી. ફીંચે તેનુ 17મું શકત લગાવ્યુ હતુ. તેણે 114 રનની પારી રમીને બુમરાહના બોલ પર કિપર રાહુલના હાથમાં કેચઆઉટ થયો હતો. વોર્નરે કારકીર્દીની 22 મી ફીફટી ફટકારી વોર્નર 69 રને આઉટ થયો હતો.  સ્ટીવ સ્મિથે ભારત સામે ધુંઆધાર બેટીંગ કરતા, સ્મિથે ઝડપી શતક લગાવ્યુ હતુ. તેણે ત્રીજુ ઝડપી ઓસ્ટ્રેલીયાઇ શતક લગાવ્યુ હતુ. 66 બોલામાં 105 રન કરીને તે શામીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલે પણ ધુઆધાર બેટીંગ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 19 બોલમાં જ 45 રન કર્યા હતા. માર્કસ સ્ટોઇનીસ શૂન્ય પર જ  વિકેટ ગુમાવી બેઠો હતો. માર્નશ લાબુસને બે બોલ રમીને બે રન કરીને આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 17 અને પેટ કમિન્સ 1 રન પર અણનમ રહ્યા હતાં.

ભારતની બોલીંગ. 

ભારતીય બોલરો માટે જાણે કે આજે વિકેટ મેળવવી મુશ્કેલ બની ગયુ હતુ. જોકે બોલરોને ફિલ્ડરોની મીસ ફીલ્ડીંગે પણ પરેશાન કરી મુક્યા હતા. કેચ છોડવા અને બાઉન્ડ્રી જવા દેવા અનેક દ્રશ્યો જોવા મળતા હતા. આમ બોલરોનુ દબાણ વધી ગયુ હતુ. જોકે મહંમદ શામીએ ત્રણ વિકેટ ઝડપી હતી. 10 ઓવરના અંતે 59 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહે 10 ઓવરમાં 73 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. નવદિપ સૈની 10 ઓવરમાં 83 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 89 રન અને રવિન્દ્ર જાડેજાએ 63 રન આપ્યા હતા પરંતુ વિકેટ થી નિરાશ રહ્યો હતો.

ભારતની બેટીંગ.

ઓપનર શિખર ધવન અને મિડલ ઓર્ડર તોફાની બેટ્સમેન હાર્દીક પંડ્યાએ અર્ધ શતક ફટકાર્યા હતા. શિખર ધવને 74 રન કર્યા હતા, જ્યારે હાર્દિકે ઝડપી 90 રન કર્યા હતા.  બંને ઓપનરોએ આમ તો મોટા સ્કોરને પહોંચી વળવા માટે જાણે કે ઝડપી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. 53 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 22 રન કરીને મયંક અગ્રવાલ હૈઝલવુડનો પ્રથમ શિકાર બન્યો હતો. 21 રન કરીને વિરાટ કોહલી પણ પરત પેવેલીયન ફર્યો હતો. શ્રેયસ ઐયર પણ માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. કેએલ રાહુલ પણ માત્ર 15 રન કરીને આઉટ થયો હતો. આમ 101 રન ના સ્કોર પર મહત્વની ચાર વિકેટ ગુમાવી ભીંસમાં મુકાઇ ગયુ હતુ. જોકે શિખર ધવન અને હાર્દીક પંડ્યાએ 128 રનની ભાગીદારી નોંધાવી ટીમને સન્માનજનક સ્થિતીએ પહોંચાડી હતી. રવિન્દ્ર જાડેજા એ 25 અને મહંમદ શામીએ 13 રન કર્યા હતા. નવદિપ સૈની 29 અને જસપ્રિત બુમરાહ શૂન્ય રન સાથે અણનમ રહ્યો હતો.

ઓસ્ટ્રેલીયાની બોલીંગ.

ઓસ્ટ્રેલીયાઇ બોલરોએ શરુઆત થી જ ભારતીય બેટ્સમેનો પર હાવી થવાનો પ્રયાસ કર્યો હતો. જોશ હેઝલવુડે ભારત પર દબાણ લાવવાની શરુઆત કરી હતી. જેણે શરુઆતી વિકેટો ઝડપી લઇને ઓસ્ટ્રેલીયાને બોલીંગ ઇનીંગમાં પણ મજબુત સ્થિતીમાં લાવી દીધુ હતુ. હેઝલવુડે મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી એડમ ઝંપાએ પણ બોલીંગ આક્રમણને સંભાળતા ચાર વિકેટો ઝડપી લીધી હતી. મિશેલ સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કસ સ્ટોઇનીશે સૌથી કરસર ભરી બોલીંગ કરી હતી તેણે 3.94 ની ઇકોનોમી થી રન આપ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:06 pm, Fri, 27 November 20

Next Article