VIDEO : ગુજરાતમાં 24 કલાકમાં 517 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 33 દર્દીના મોત

|

Sep 28, 2020 | 3:15 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 517 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં 390 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વાઈરસના લીધે 33 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસની લડાઈ સામે 2,83, 623 ટેસ્ટ કરવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

VIDEO : ગુજરાતમાં 24 કલાકમાં 517 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 33 દર્દીના મોત

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 517 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  આ જ સમયગાળામાં 390 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વાઈરસના લીધે 33 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસની લડાઈ સામે 2,83, 623 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  નેપાળની સંસદે નવા નક્શાને આપી મંજૂરી, ભારતના વિસ્તારોનો સમાવેશ કર્યો હોવાથી વધી શકે છે વિવાદ

જાણો ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા નવા પોઝિટિવ કેસ? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 517 કોરોના પોઝિટિવ કેસ નોંંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોવા જઈએ તો અમદાવાદમાં 344 કેસ, સુરતમાં 59 કેસ, વડોદરામાં 40 કેસ, ગાંધીનગરમાં 09 કેસ, ભાવનગરમાં 07 કેસ, મહેસાણામાં 06 કેસ, અરવલ્લીમાં 05 કેસ, પંચમહાલમાં 05 કેસ, નર્મદામાં 05 કેસ, કચ્છ અને ભરુચમાં 04-04 કેસ, રાજકોટમાં 03 કેસ, પાટણમાં 03 કેસ, જામનગરમાં 03 કેસ, અમરેલીમાં 03 કેસ, બનાસકાંઠા અને ખેડામાં 02-02 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયો છે એવા જિલ્લામાં મહીસાગર, આણંદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને જુનાગઢનો સમાવેશ થાય છે.  અન્ય રાજ્યના પણ 06 કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં 5739 દર્દીઓ લઈ રહ્યાં છે કોરોનાની સારવાર

રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં 5739 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે.  આ કેસમાં 61 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 5678 દર્દીની તબિયત સ્થિર છે.   રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ 15891 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે 1449 લોકોના મોત અત્યારસુધીમાં થયા છે.  છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના લીધે 26 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:44 pm, Sat, 13 June 20

Next Article