હવે SIRI અને ALEXA ની જેમ HEY UMANG કહીને અગત્યના કામ સરળતાથી નિપટાવી શકાશે, જાણો સરકારી સુવિધા વિશે

|

Apr 09, 2022 | 11:41 AM

ભારત સરકારની ઉમંગ એપનો હેતુ સામાન્ય લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે. આની મદદથી કેન્દ્ર અને રાજ્યોના તમામ સરકારી વિભાગોના લાભો અને તેમની સેવાઓ સામાન્ય લોકોને તેમના મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

હવે SIRI અને ALEXA ની જેમ HEY UMANG કહીને અગત્યના કામ સરળતાથી નિપટાવી શકાશે, જાણો સરકારી સુવિધા વિશે
Umang App નો ઉપયોગ વધુ સરળ બન્યો

Follow us on

ઉમંગ (UMANG) એટલે કે યુનિફાઈડ મોબાઈલ એપ્લીકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ એપમાં વોઈસ કમાન્ડ ફીચર પણ ઉમેરવામાં આવશે. આ ફીચર ઉમેર્યા બાદ યુઝર્સ એપલની સિરી(Apple’s Siri) અને એમેઝોનના એલેક્સા(Amazon’s Alexa) ની જેમ આ એપનો પણ ઉપયોગ કરી શકશે. જે લોકો અત્યારે ટાઈપ કરીને ઉમંગ એપનો ઉપયોગ કરી શકતા નથી તેઓને વોઈસ કમાન્ડ ફીચરથી ઘણો ફાયદો થશે. હાલમાં ઉમંગ એપની મદદથી 13 સરકારી યોજનાઓ કે સેવાઓ વિશે માહિતી મેળવી શકાય છે. આની મદદથી EPFO, જન ઔષધિ, ESIC, કોવિન, અટલ પેન્શન યોજના અને ઈ-રક્તકોશ જેવી યોજનાઓ સાથે સંબંધિત કામ પૂર્ણ કરી શકાશે. ઉમંગ એપની મદદથી EPFO ​​સબ્સ્ક્રાઇબર્સ તેમનું PF બેલેન્સ ચેક કરી શકે છે, UAN માટે અરજી કરી શકે છે અને તેમના ક્લેઇમની સ્થિતિ ચકાસી શકે છે. એટલું જ નહીં આની મદદથી તેઓ લાઈફ સર્ટિફિકેટ સહિત અન્ય EPFO ​​સેવાઓનો લાભ પણ લઈ શકાય છે.

ભારત સરકારની ઉમંગ એપનો હેતુ સામાન્ય લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે. આની મદદથી કેન્દ્ર અને રાજ્યોના તમામ સરકારી વિભાગોના લાભો અને તેમની સેવાઓ સામાન્ય લોકોને તેમના મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉમંગ એપ હેઠળ અત્યાર સુધીમાં 13 સેવાઓ લાવવામાં આવી છે. ટૂંક સમયમાં ઘણી નવી સેવાઓ પણ ઉમંગ સાથે જોડાઈ શકે છે.

વોઇસ કમાન્ડ હિન્દી અને અંગ્રેજીમાં પ્રથમ આવશે

ઉમંગ એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સરકાર જોરશોરથી કામ કરી રહી છે. શરૂઆતમાં UMANG એપમાં વૉઇસ કમાન્ડ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હશે. સરકાર હિન્દી અને અંગ્રેજીમાં આ સેવા શરૂ કર્યાના આઠ મહિનામાં દેશની અન્ય 10 મુખ્ય ભાષાઓમાં વૉઇસ કમાન્ડ સેવા શરૂ કરવા માગે છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

‘હે ઉમંગ’ કહીને આદેશ આપો.

UMANG એપમાં વોઈસ કમાન્ડ ફીચર ઉમેર્યા પછી બોલીને રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ , રસીકરણ સ્લોટ બુક , ભવિષ્ય નિધિની પાસબુક અને ક્લેઇમની સ્થિતિ જાણીને વગેરે ઘણા કામ નિપટાવી કરી શકાય છે. યુઝર્સ તેને ‘હે ઉમંગ’ કહીને કમાન્ડ કરી શકશે. હે ઉમંગ બોલ્યા બાદ યુઝર્સે તેમની પાસે જે કામ છે તે બોલવું પડશે.

આ પણ વાંચો : PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી

આ પણ વાંચો : Forex Reserves: વિદેશી મુદ્રા ભંડારમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Published On - 11:41 am, Sat, 9 April 22

Next Article