કોલસામાંથી વીજળી કેવી રીતે બને છે? શા માટે દેશમાં એકાએક કોલસાની અછત ઉભી થઇ?, જાણો અહી

|

Oct 13, 2021 | 10:20 PM

Coal Shortage : સરકારે કોલસાની અછતને સંપૂર્ણપણે નકારી દીધી છે. સરકારનું કહેવું છે કે કોલસાની અછત ચોક્કસ છે, પણ એ ધીમે ધીમે દૂર કરવામાં આવશે.

કોલસામાંથી વીજળી કેવી રીતે બને છે? શા માટે દેશમાં એકાએક કોલસાની અછત ઉભી થઇ?, જાણો અહી
How is electricity made from coal Why is there a sudden coal mine in the country Find out here

Follow us on

વિશ્વમાં કોલસાની અછત વચ્ચે ભારતમાં પણ કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે. દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં 3થી 5 દિવસ ચાલે એટલો કોલસાનો જથ્થો બચ્યો છે. સ્થિતિને જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સંકટ વધારે ઘેરું બની શકે છે. રાજસ્થાન, તામિલનાડુ, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ કોલસા સંકટને લીધે વીજળી ઉત્પાદનમાં અછતની ફરિયાદ કરી છે.

જો કે સરકારે કોલસાની અછતને સંપૂર્ણપણે નકારી દીધી છે. સરકારનું કહેવું છે કે કોલસાની અછત ચોક્કસ છે, પણ એ ધીમે ધીમે દૂર કરવામાં આવશે. વીજળીના પુરવઠા પર અસરની શક્યતાને સંપૂર્ણ પણે ખોટી ગણાવી છે.કોલસાના સ્ટોકને લઈ શી સ્થિતિ છે? કેવી રીતે કોલસામાંથી વીજળી પેદા કરવામાં આવે છે? ભારત કોલસાનું વિપુલ પ્રમાણમાં કોલસાનું ઉત્પાદન કરે છે છતાં અન્ય દેશોમાંથી શા માટે આયાત કરે છે? આવો જાણીએ આ તમામ સવાઓના જવાબ.

હકીકતમાં દેશભરમાં કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાં એની અછતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં ઉત્પાદિત 70 ટકા વીજળી થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવે છે. કુલ પાવર પ્લાન્ટમાંથી 137 પાવર પ્લાન્ટ કોલસાથી સંચાલિત છે. આ પૈકી 11 ઓક્ટોબર 2021 સુધી 72 પાવર પ્લાન્ટમાં 3 દિવસનો કોલસો બચ્યો છે. 50 પ્લાન્ટમાં 4 દિવસથી પણ ઓછો ચાલે એટલો કોલસો બચ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કોલસાથી કેવી રીતે તૈયાર થાય છે વીજળી?
સૌથી પહેલા ખાણમાંથી આવતા કોલસા નાના-નાના ટુકડા કરી બારીક પાઉડર સમાન પીસવામાં આવે છે…આ કોલસાનો ઉપયોગ બોઈલરમાં પાણીને ગરમ કરવા માટે થાય છે. પાણી ગરમ થયા બાદ હાઈ-પ્રેશર સ્ટીમમાં ફેરવાય છે.જેનો ઉપયોગ ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે.આ ટર્બાઈન પણ પાણીના ટર્બાઈનની માફક જ હોય છે. બસ, તફાવત એટલો છે કે આ ટર્બાઈનને ફેરવવા માટે વરાળનો ઉપયોગ કરવામાં આવે છે.આ ટર્બાઈનને જનરેટરથી કનેક્ટ કરવામાં આવે છે. ટર્બાઈન ફરવાથી જનરેટરમાં મેગ્નેટિક ફિલ્ડનું સર્જન થાય છે અને એનાથી વીજળી બને છે.

કોલસાનું બમ્પર ઉત્પાદન છતાં આયાત કેમ ?
કોલસા ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. કોલસા ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે.દર વર્ષ ચીન 3,743 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરે છે. જ્યારે ભારત દર વર્ષ 779 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરી બીજા ક્રમ પર છે. તેમ છતાં ભારતને તેની જરૂરિયાતના 20થી 25 ટકા કોલસો અન્ય દેશોમાંથી આયાત કરવો પડે છે.

હકીકતમાં કોલસાની આયાતનું સીધું કનેક્શન કોલસાની ગુણવત્તાની સાથે છે. ભારતમાં જે કોલસાનું ઉત્પાદન થાય છે એ કેલોરિફિક વેલ્યુ ઓછું ધરાવે છે. કેલોરિફિક વેલ્યુ, એટલે કે એક કિલો કોલસો સળગાવવાથી કેટલા પ્રમાણમાં ઊર્જા પેદા થાય છે. કેલોરિફિક વેલ્યુ જેટલું વધારે એટલા કોલસાની ગુણવત્તા પણ સારી રહેશે.

કેમ આવી ગઇ કોલસાની અછત ?
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની મોંઘી કિંમત પણ આ અછતનું એક કારણ છે. કોલસો મોંઘો થતાં જ પાવર પ્લાન્ટે તેની આયાત બંધ કરી દીધી અને સંપૂર્ણપણે કોલ ઈન્ડિયા પર નિર્ભર થવું પડ્યું. દેશમાં કોલસાના ઉત્પાદનમાં 80 ટકા હિસ્સેદારી ધરાવતી કોલ ઈન્ડિયાનું કહેવું છે કે ગ્લોબલ કોલ પ્રાઈઝમાં જે વધારો થઈ રહ્યો છે, એને લીધે ઘરેલુ કોલસાનું ઉત્પાદન પરની નિર્ભરતા રાખવી પડી રહી છે. માગ અને પુરવઠા વચ્ચે જે અંતર સર્જાયું છે એને લીધે આ સ્થિતિ સર્જાઈ છે.

ભારતમાં કોલસાની અછત પાછળ ચોમાસું પણ જવાબદાર છે. હકીકતમાં ચોમાસું વિલંબથી પરત ફર્યું હોવાથી અત્યારે ખુલ્લી ખાણોમાં પાણી ભરાઈ ગયું છે. એને લીધે આ ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન થઈ રહ્યું નથી…જો કે હવે છેલ્લા કેટલાક દિવસોથી કોલસાના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે..જેના કારણે હવે એવી આશા રાખવામાં આવી રહી છે કોલસાનું ઉત્પાદન વધશે…અને વીજ સંકટ નહીં આવે.

Next Article