ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

|

Nov 28, 2021 | 9:17 AM

હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં માવઠાની શક્યતા
Unseasonal Rain

Follow us on

ગુજરાતના(Gujarat)  વાતાવરણમાં(Weather) ફરી પલટો આવવાની હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે . જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ(unseasonal Rain) પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બર રાતથી 1 ડિસેમ્બરના રાત સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યારે 1 ડિસેમ્બરના રાતથી 2 ડિસેમ્બરના રાત સુધી ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે

જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા માવઠાની શક્યતા નહિવત છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરના ભાટ ખાતે અમૂલના 415 કરોડના 4 પ્રોજેક્ટ ખુલ્લા મુકશે

આ પણ વાંચો : અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પણ NEET-PG કાઉન્સેલિંગ મુદ્દે રેસિડેન્ટ તબીબોનો વિરોધ

 

Published On - 9:01 am, Sun, 28 November 21

Next Article