કોરોના કાળમાં સરકારનો મહત્વનો નિર્ણય, 362 PG રેસિડન્ટ તબીબને કેમ્પસ પ્લેસમેન્ટ અપાયું

|

Sep 25, 2020 | 8:47 AM

કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબોએ ખડેપગે દર્દીઓની કરેલી સેવાને સૌ બિરદાવી રહ્યાં છે. રાજ્ય સરકારે 362 જેટલા પીજી રેસિડન્ટ ડોક્ટરોને કેમ્પસ પ્લેસમેન્ટ આપ્યું. જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા રેસિડેન્ટ તબીબને તજજ્ઞ તરીકે નિમણૂંક આપીને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ 19 નોટિફાઈડ હોસ્પિટલમાં સેવા આપનાર તબીબોને બોન્ડના નિયમોમાં પણ સરકારે ભારે છૂટ આપી […]

કોરોના કાળમાં સરકારનો મહત્વનો નિર્ણય, 362 PG રેસિડન્ટ તબીબને કેમ્પસ પ્લેસમેન્ટ અપાયું

Follow us on

કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબોએ ખડેપગે દર્દીઓની કરેલી સેવાને સૌ બિરદાવી રહ્યાં છે. રાજ્ય સરકારે 362 જેટલા પીજી રેસિડન્ટ ડોક્ટરોને કેમ્પસ પ્લેસમેન્ટ આપ્યું. જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા રેસિડેન્ટ તબીબને તજજ્ઞ તરીકે નિમણૂંક આપીને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ 19 નોટિફાઈડ હોસ્પિટલમાં સેવા આપનાર તબીબોને બોન્ડના નિયમોમાં પણ સરકારે ભારે છૂટ આપી છે. તબીબોએ ગ્રામ્ય કક્ષાએ સેવા બજાવવાની થાય છે. જેના બદલે હવે કોવિડ 19 નોટિફાઈડ હોસ્પિટલની સેવાને પણ બોન્ડ સેવા તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ તબીબે કૉવિડ-19 હોસ્પિટલમાં આપેલી સેવાને બમણા સમયગાળાના બોન્ડ તરીકે ગણતરીમાં લેવાશે. કોઈ તબીબે બોન્ડ સમયની અધૂરી છોડી દીધેલી સેવામાં પણ ખાસ છૂટ અપાઈ છે. આવા તબીબ છ મહિના માટે કોવિડ 19 હોસ્પિટલમાં સેવા બજાવીને બોન્ડ મુક્ત થઈ શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article