GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 28 સપ્ટેમ્બરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા

|

Sep 28, 2021 | 9:47 PM

રાજ્યમાં આજે 28 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,666 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 28 સપ્ટેમ્બરે કોરોનાના નવા 24 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update : 24 new cases of corona,18 patients recovered on 28 September in Gujarat

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં હતા, ગઈકાલે 27 સપ્ટેમ્બરે 21 કેસ નોધાયા હતા, જયારે આજે 28 સપ્ટેમ્બરે 24 કેસો નોંધાયા છે, જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે આજે નવા 24 કેસો આવવાની સાથે 18 કોરોનાના દર્દીઓ સાજા થયા છે અને એક્ટીવ કેસ 150 થી પણ ઓછા રહ્યાં છે.

કોરોનાના 24 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 24 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,896 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 23 દિવસથી એક પણ મૃત્યુ થયું નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરત શહેરમાં સૌથી વધુ 8 કેસ, વલસાડ જિલ્લામાં 4 કેસ, અમદાવાદ શહેરમાં 3 કેસ, નવસારી અને સુરત જિલ્લામાં તેમજ અને વડોદરા શહેરમાં 2-2 અને ગાંધીનગર શહેર અને વડોદરા શહેર તેમજ જામનગર જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.

18 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 148
રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 30 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,666 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 28 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 148 જ રહ્યાં છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 3.15 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 28 સપ્ટેમ્બરના રોજ 3,15,813 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 82,295, સુરતમાં 44,969, વડોદરામાં 7103, રાજકોટમાં 8121, ભાવનગરમાં 2481, ગાંધીનગરમાં 971, જામનગરમાં 3403 અને જુનાગઢમાં 2738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 1,14,839 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 1,12,941 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે 45 થી વધુ ઉમરના 41,794 લોકોને પ્રથમ ડોઝ અને 44,174 લોકોને બીજો ડોઝ અપાયો છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 3 લાખ 36 હજાર 757 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

 

Next Article