ચેતવણી રૂપ ઘટના: ગો-કાર્ટિંગમાં વાળ ફસાઈ જવાથી થયો છોકરીનો અકસ્માત, 2 અઠવાડિયાથી ICUમાં દાખલ

|

Jan 05, 2023 | 12:56 PM

ભારતીય મૂળની એક છોકરીનો ગો-કાર્ટિંગ કરતી વખતે અકસ્માત થતા ICUમાં ભરતી કરાવવી પડી છે. ક્રિસ્ટન ગોવેન્ડર નામની 15 વર્ષની છોકરી ગો-કાર્ટિંગ માટે ગઈ હતી, જ્યાં તેનો ગંભીર અકસ્માત થયો હતો.

ચેતવણી રૂપ ઘટના: ગો-કાર્ટિંગમાં વાળ ફસાઈ જવાથી થયો છોકરીનો અકસ્માત, 2 અઠવાડિયાથી ICUમાં દાખલ
Go-karting accident, hair getting stuck
Image Credit source: File Photo

Follow us on

સાઉથ કોરિયાના એક એન્ટરટેઈનમેન્ટ સેન્ટરમાં ગો-કાર્ટિંગ કરતી વખતે છોકરીના લાંબા વાળ કાર્ટમાં ફસાઈ ગયા, જેના કારણે તેણીનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે છેલ્લા 2 અઠવાડિયાથી છોકરી જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે. ક્યારેક મનોરંજન પણ જોખમી બની જાય છે. આવો જ એક કિસ્સો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે, જ્યાં ભારતીય મૂળની એક બાળકીનો ગો-કાર્ટિંગ કરતી વખતે અકસ્માત થતા ICUમાં ભરતી કરાવવી પડી છે. ક્રિસ્ટન ગોવેન્ડર નામની 15 વર્ષની છોકરી ગો-કાર્ટિંગ માટે ગઈ હતી, જ્યાં તેનો ગંભીર અકસ્માત થયો હતો. એક એન્ટરટેઈનમેન્ટ સેન્ટરમાં ગો-કાર્ટિંગ કરતી વખતે છોકરીના લાંબા વાળ કાર્ટમાં ફસાઈ ગયા, જેના કારણે તેણીનો અકસ્માત થયો હતો. છેલ્લા 2 અઠવાડિયાથી છોકરી મૃત્યુ સામે લડી રહી છે.

ડોક્ટરે કહ્યું છે કે છોકરીની કમર તૂટી ગઈ છે અને મૂવમેંટ પણ થઈ રહ્યું નથી. છોકરીના પિતાએ કહ્યું કે તેની પુત્રીએ તમામ નિયમોનું પાલન કર્યું હતું, હેલ્મેટ પહેર્યું હતું અને તેના લાંબા વાળ પણ બાંધ્યા હતા. છોકરીના પિતાએ ગો-કાર્ટમાં ખામી અને મેનેજમેન્ટમાં બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના ડરબનના એક મોલમાં બની હતી, જ્યાં એન્ટરમેન્ટ સેન્ટરે આ ઘટના અંગે નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

વાળ ફસાવાથી બની અકસ્માતની ઘટના

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગો-કાર્ટિંગના પહેલા રાઉન્ડમાં ક્રિસ્ટિન બેરિયર પર લપસી ગઈ હતી અને પછી તે ગો-કાર્ટનો પાછળનો ભાગ ઢીલો થઈ ગયો. ત્યારબાદ તેણીને પહેરાવેલું સેફ્ટી કવર પણ ઢીલું પડી ગયું હતું. ત્યારબાદ એક અધિકારી ત્યાં આવ્યા અને તેમને તે કવર હટાવી દીધું અને કોઈ ખામી ન હોવાનું જણાવ્યું. આ પછી બીજા રાઉન્ડમાં તેણીના વાળ ફસાઈ ગયા અને તે અકસ્માતનો ભોગ બની.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા સેફ્ટી ઓફિસર

છોકરીના પિતાએ જણાવ્યું કે તેમનો 13 વર્ષનો દીકરો પણ તેમની સાથે હતો, જે આ અંગે ફરિયાદ કરવા કાર્ટિંગ ઓફિસમાં ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઓફિસ બંધ થઈ ગઈ હતી. ઘટના બાદ તરત જ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી, સુરક્ષા અધિકારીઓ સહિત મેનેજમેન્ટ ત્યાંથી જતા રહ્ય હતા. પિતાએ કહ્યું કે તેઓ આ મામલે પોલીસ પાસે જશે, જેથી અન્ય કોઈ આવી દર્દનાક ઘટનાનો શિકાર ન બને.

Next Article