લો બોલો ! સુરતમાં AAP નેતા વ્યાજખોરીના ગુનામાં વોન્ટેડ, નેતાજીએ પઠાણી ઉઘરાણી કરી લાખોની કરી હતી વસુલાત

પોલીસે વ્યાજખોરીના ગુનામાં 12 વ્યાજખોરોની ધરપકડ કરી છે અને AAP નેતા ગૌતમ પટેલ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 7:58 AM

સુરતમાં AAP નેતા ગૌતમ પટેલ વ્યાજખોરીના ગુનામાં વોન્ટેડ જાહેર થયા છે. AAP નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે વ્યાજખોરીના ગુનામાં 12 વ્યાજખોરોની ધરપકડ કરી છે અને AAP નેતા ગૌતમ પટેલ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. ગૌતમ પટેલની પત્ની પણ AAPની મહિલા શહેર પ્રમુખ છે. મહત્વપૂર્ણ છે કે AAP નેતા ગૌતમ પટેલે 2 લાખ રૂપિયા વ્યાજપેટે આપ્યા હતા જેની “પઠાણી” ઉઘરાણી કરતા AAP નેતાએ 4 લાખની વસુલાત કરી 12 લાખના પ્લોટની ફાઇલ કબ્જે કરી લીધી છે. હાલ તો પોલીસે બેફામ વ્યાજખોરો વિરુદ્ધ સકંજો કસતા AAP નેતા ભાગતા ફરી રહ્યા છે.

સામાન્ય લોકોને લૂંટનાર વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ

વ્યાજનું વિષચક્ર ચલાવીને સામાન્ય લોકોને લૂંટનાર વ્યાજખોરો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે.પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ 14 ગુના નોંધાયા બાદ વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. કુલ 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. વ્યાજખોરો મુદ્દલ પર બમણાથી પણ ત્રણ ગણું વ્યાજ વસૂલી લોકોને પરેશાન કરતા હતા. તમામ વ્યાજખોરો 19.51 લાખનું ધિરાણ કરી તેની સામે 37.10 લાખનું વ્યાજ વસૂલતા હતા. પોલીસ તપાસમાં વ્યાજખોરોએ નાણા ધીરનાર તરીકે રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. વધુમાં કમિશનરે કહ્યું, બળજબરીથી જેની પાસેથી પૈસા વસૂલ્યા હશે તેને છોડવામાં આવશે નહીં. અને પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી. બેંક પાસેથી લોન લેવી પરંતુ વ્યાજખોરો પાસેથી પૈસા ન લેવા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">