ઘરે એક વખત અજમાવવા જેવું છે આઈસ વોટર ફેશિયલ

|

Sep 27, 2020 | 5:43 PM

જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય તો કેટલીક વાર રાત્રે ઉંઘીને ઉઠ્યા પછી સવારે ચહેરા પર સોજો દેખાય છે. સાથે જ આંખની નીચેની ત્વચા પણ ફુલેલી અને ફ્લફી દેખાય છે. વાસ્તવમાં આપણે જ્યારે સુતેલા હોઈએ છીએ ત્યારે ત્વચાના અંદર આવેલા છિદ્રોનો વિસ્તાર થાય છે અને તે ફુલેલી દેખાવા લાગે છે. જો સવારે ઉઠીને બરફના પાણીથી […]

ઘરે એક વખત અજમાવવા જેવું છે આઈસ વોટર ફેશિયલ

Follow us on

જો તમે ક્યારેય ધ્યાનથી જોયું હોય તો કેટલીક વાર રાત્રે ઉંઘીને ઉઠ્યા પછી સવારે ચહેરા પર સોજો દેખાય છે. સાથે જ આંખની નીચેની ત્વચા પણ ફુલેલી અને ફ્લફી દેખાય છે. વાસ્તવમાં આપણે જ્યારે સુતેલા હોઈએ છીએ ત્યારે ત્વચાના અંદર આવેલા છિદ્રોનો વિસ્તાર થાય છે અને તે ફુલેલી દેખાવા લાગે છે. જો સવારે ઉઠીને બરફના પાણીથી મોઢું ધોવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવી રીતે ધુઓ ચહેરો:

એક મોટા બાઉલમાં ઠંડુ પાણી ભરો. બાઉલ એટલું મોટું હોવું જોઈએ કે તમારો આખો ચહેરો તેની અંદર આવી જાય, હવે આ બાઉલમાં 10-12 બરફના ટુકડા નાંખો. હવે આંખો બંધ કરીને આ પાણીમાં તમારો ચહેરો થોડી સેકન્ડ માટે રહેવા દો. થોડીવાર ચહેરો હટાવો અને ફરી પાછો બાઉલમાં નાંખો. આ પ્રક્રિયાને 3 કે 4 વાર કરો. આ ફેશિયલ લગભગ 1 મિનિટ સુધી કરવાનું છે. આ પાણીમાં તમે ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. અભિનેત્રી કેટરીના કૈફની ગ્લોઇંગ સ્કીન પાછળ પણ આ આઈસ વોટર ફેસિયલનું સિક્રેટ છુપાયેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્વચા માટે શું ફાયદો થશે?

1. રોમ છિદ્રો ખુલવાથી ખીલ, કરચલી જેવી અસંખ્ય ત્વચાની સમસ્યા દૂર થવા લાગે છે. બરફથી મોઢું ધોવાથી રોમછિદ્રોનું સંકોચન થાય છે અને આ સમસ્યા દૂર થઈ જાય છે.

2. જો તડકાના કારણે ચહેરો કાળો થઈ ગયો હોય તો બરફના પાણીથી મોઢું ધોવાથી તેની અસર ઓછી થઈ જાય છે પણ તેના માટે રોજ બરફના પાણીથી મોઢું ધોવું પડે છે. તેનાથી ચહેરા પર નિખાર અને ચમક પણ આવશે.

3. સમય કરતાં પહેલાં ચહેરા પર આવેલી કરચલીઓને ઓછી કરે છે અને તે સ્કીનમાં ટાઈટનેસ લાવે છે.

4. બરફનું પાણી રક્ત સંચારને પ્રભાવિત કરે છે. જો તમારી સ્કીન સેન્સેટિવ હોય તો આ ઉપાય અજમાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરુર લો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article