GANDHINAGAR : સાંજે 4:30 વાગ્યે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળશે, નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી થશે

|

Sep 16, 2021 | 4:49 PM

Gujarat New Cabinet : રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે.

GANDHINAGAR : સાંજે 4:30 વાગ્યે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળશે, નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી થશે
first cabinet meeting of the Council of Ministers will take place at 4.30 pm today at Gandhinagar

Follow us on

GANDHINAGAR : જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા એ નાવ પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ આજે થઇ ગયો. સૌ કોઈના મનમાં પ્રશ્ન હતા કે કોણે મંત્રી બનાવાશે, જેનો જવાબ આખરે મળી ગયો છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું. આ પ્રધાનમંડળમાં 100% નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે, એટલે કે રૂપાણી સરકારના અકે પણ પ્રધાનને આ નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

10 ધારાસભ્યોએ કેબીનેટ પ્રધાનના શપથ લીધા
આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજેન્દ્ર  ત્રિવેદી, જીતુ વાઘાણી, રુષિકેશ પટેલ, પૂ્ર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે કેબીનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે.

14 ધારાસભ્યો રાજ્યકક્ષાના મંત્રી બન્યા
આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયાઅને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાંજે 4:30 વાગ્યે પ્રથમ કેબીનેટ બેઠક
રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે, જેમાં કેબીનેટ પ્રધાનોને નાણા, આરોગ્ય, મહેસુલ, શિક્ષણ, કૃષિ, વાહનવ્યવહાર જેવા મહત્વના ખાતા આપવામાં આવશે તેમજ અન્ય પ્રધાનોને રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ અંગે મુખ્યપ્રધાન કાર્યાલય (CMO Gujarat)ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે.

Published On - 2:42 pm, Thu, 16 September 21

Next Article