શું વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે ‘પુલવામામાં હુમલો એ ભાજપનું કાવતરું હતું?’, જાણો આ વાયરલ ખબર પાછળની હકીકત

|

May 21, 2019 | 12:15 PM

સોશિયલ મીડિયામાં એક ન્યૂઝપેપરની ખબર આજકાલ વાયરલ થઈ રહી છે અને તે ખબર ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન વિશે છે. જેમાં  વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વિશે પણ વાત  કરવામાં આવી છે. એક ખાનગી ન્યૂઝપેપરનો સહારો લઈને એક ખબર ધૂમ મચાવી રહી છે જેમાં ખાસ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. […]

શું વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે પુલવામામાં હુમલો એ ભાજપનું કાવતરું હતું?, જાણો આ વાયરલ ખબર પાછળની હકીકત

Follow us on

સોશિયલ મીડિયામાં એક ન્યૂઝપેપરની ખબર આજકાલ વાયરલ થઈ રહી છે અને તે ખબર ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન વિશે છે. જેમાં  વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વિશે પણ વાત  કરવામાં આવી છે.

એક ખાનગી ન્યૂઝપેપરનો સહારો લઈને એક ખબર ધૂમ મચાવી રહી છે જેમાં ખાસ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ન્યૂઝમાં હિંદી ભાષામાં એવું લખવામાં આવ્યું છે કે પુલવામાં હુમલા બીજેપી કી સોચી-સમજી સાજિશ થી ઔર પાકિસ્તાન પર નકલી હમલા કરવાયા ગયા થા. મોદી કો ચુનાવ જીતને કે લિયે ઈમરાન ખાન મદદ કર રહા હૈ. બાલાકોટ પર બમબારી ઈમરાન ખાન કી સહમતિ સે હુયી હૈ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો:  અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટરની સાથે વોટસએપ પર પણ વધારે શેર થઈ રહ્યો છે. હવે જાણીએ આ ફોટા પાછળની સાચી હકીકત શું છે અને આ વાત ક્યાંથી શરુ થઈ.

TV9 Gujarati

 

શું છે આ ફોટાની પાછળની સાચી હકીકત?

આ ફોટોમાં ખબર તો સાચી છપાયેલી છે પણ આ ખબરની સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. 13મે,2019ના રોજ મુજમ્મિલ કુરૈશી નામના યુવકે પોતાની ફેસબુક પ્રોફાઈલ પર આ લખાણ લખ્યું હતું. થયું એવું કે આ નિવેદનને ખોટું સાબિત કરવા માટે એક ખાનગી સમાચાર પત્રે આ નિવેદન સાથે ખબર છાપી. આ ખબરમાં ખોટી પોસ્ટ જે મુજમ્મિલ દ્વારા કરવામાં આવે હતી તેના ખૂલાસો કરવામાં આવ્યો હતો પણ લોકોએ આ ખબરમાંથી એ નિવેદનને અભિનંદનના ફોટો સાથે કાપી લીધું અને ફેલાવવા લાગ્યા. આમ આ ખબર વાયરલ છે અને ખોટી જે માત્ર કોઈ રાજનીતિક સ્વાર્થ માટે ફેલાવવામાં આવી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:15 pm, Tue, 21 May 19

Next Article