દીવના દરીયામાં દારૂની બોટલોનું સામ્રાજ્ય, પર્યાવરણ પ્રેમીએ કાચની બોટલો સહિતનો કચરો દુર કર્યો

|

Oct 01, 2021 | 5:43 PM

પર્યાવરણ પ્રેમીએ દરિયા કિનારે કાચની બોટલો સહિતનો કચરો એકઠો કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો.તેમજ દરિયામાં બોટલો અને પ્લાસ્ટિક ન નાખીને દરિયાને પ્રદૂષણ મુક્ત રાખવાની કરી અપીલ કરી.

દીવના દરીયામાં દારૂની બોટલોનું સામ્રાજ્ય, પર્યાવરણ પ્રેમીએ કાચની બોટલો સહિતનો કચરો દુર કર્યો
Environmentalists hold cleaning drive on beaches of Diu

Follow us on

DIU : દીવના દરિયા કિનારે પર્યાવરણ પ્રેમીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. દિવમાં ટુરિસ્ટો દારૂ-બીયરની ખાલી બોટલો દરિયામાં નાખી દે છે. જેથી દરિયાકિનારે કાચની દારૂની બોટલોથી અનેકવાર માછીમારો ગંભીર રીતે ઘાયલ થાય છે.ત્યારે પર્યાવરણ પ્રેમીએ દરિયા કિનારે કાચની બોટલો સહિતનો કચરો એકઠો કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો.તેમજ દરિયામાં બોટલો અને પ્લાસ્ટિક ન નાખીને દરિયાને પ્રદૂષણ મુક્ત રાખવાની કરી અપીલ કરી.

આ સફાઈ અભિયાન અંગે પર્યાવરણ પ્રેમી ભરત કામલીયાએ કહ્યું કે અમાસના દિવસે જેમ જેમ દરિયાનું પાણી ઉતરશે તેમ તેમ દરિયાના પટમાંથી એક ટ્રક ભરાય એટલી દારૂની ખાલી બોટલો મળી આવશે. તેમણે કહ્યું પ્રશાસને અને સરકારે કડક પગલા લેવા જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું આ અંગે કાયદા ઘડવા જોઈએ અને નિયમો અંતર્ગત દંડની જોગવાઈઓ કરવી પડે. તેમણે કહ્યું આ બોટલો 200 વર્ષ સુધી દરિયાને પ્રદુષિત કરતી રહે છે જેને કારણે માછલા સહીતની દરિયાઈ જીવસૃષ્ટિને અસર થાય છે. તેમણે કહ્યું પર્યાવરણથી લઈને સમાજ માટે આ નુકસાનકારક છે.

આ અંગે સ્થાનિક માછીમાર કૈલાશ જેરાજે કહ્યું કે પ્રશસન દરિયાની બહારના ભાગે સફાઈ અભિયાન કરે છે, પણ દરિયાના પટમાં સફાઈ નથી કરવામાં આવતી. દારૂની ખાલી કાચની બોટલો તૂટી જવાથી અણીદાર બની જાય છે અને માછીમારોને પગમાં વાગે છે. તેમની માંગણી છે કે પ્રશાસન દરિયાના પટમાં પણ સફાઈ કરે, જેથી કરીને માછીમારોને કે તેમના પરિવારને તકલીફ ન થાય.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

આ પણ વાંચો : ભાવનગરમાં રોગચાળો વકર્યો, મેલેરીયા, ટાઈફોડ, તાવ સહીતના રોગોમાં વધારો

આ પણ વાંચો : ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

Next Article