આ 5 ખાસિયતોના લીધે એર-સ્ટ્રાઈક માટે ‘મિરાજ-2000’ વિમાનોની કરાઈ પસંદગી

|

Feb 26, 2019 | 6:37 AM

આજે વહેલી સવારે જ્યારે પાકિસ્તાન નિંદ્રામાં હતું ત્યારે 12 જેટલાં ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનો ત્રાટક્યાં હતા. જૈશ-એ-મોહમ્મદના ઠેકાણો પર 1000થી વધુ કિલોગ્રામના બોંબ ફેંકીને ભારતે વહેલી સવારમાં એર-સ્ટ્રાઈક કરી દીધી છે. જે વિમાનોએ સવારમાં પાકિસ્તાન પર એર-સ્ટ્રાઈક કરી તેની તાકાત કેવી છે અને કેવી રીતે કેટલાં શસ્ત્રોથી તે સજ્જ તેના વિશે જાણીશું. આ પાંચ […]

આ 5 ખાસિયતોના લીધે એર-સ્ટ્રાઈક માટે મિરાજ-2000 વિમાનોની કરાઈ પસંદગી

Follow us on

આજે વહેલી સવારે જ્યારે પાકિસ્તાન નિંદ્રામાં હતું ત્યારે 12 જેટલાં ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનો ત્રાટક્યાં હતા. જૈશ-એ-મોહમ્મદના ઠેકાણો પર 1000થી વધુ કિલોગ્રામના બોંબ ફેંકીને ભારતે વહેલી સવારમાં એર-સ્ટ્રાઈક કરી દીધી છે.

જે વિમાનોએ સવારમાં પાકિસ્તાન પર એર-સ્ટ્રાઈક કરી તેની તાકાત કેવી છે અને કેવી રીતે કેટલાં શસ્ત્રોથી તે સજ્જ તેના વિશે જાણીશું. આ પાંચ ખાસિયતોના કારણે એર-સ્ટ્રાઈક માટે મિરાજ 2000 વિમાનની પસંદગી કરવામાં આવી છે.

1. આ મિરાજ-2000 વિમાન ફ્રેંચની કંપની દસો એવિએસન દ્વારા બનાવવામાં આવ્યું છે. લેસર ગાઈડેડ બોંબ ફેંકવા માટે આ વિમાન સક્ષમ છે અને માત્ર નિશાન તાકીને લેસર વડે લક્ષ્યાંકને વિંધતા આ વિમાનને વાર નથી લાગતી.

2. આ મિરાજ-2000 વિમાનોને ભારતીય વાયુસેનામાં 1985ના વર્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા અને જેમાં તેનો સમાવેશ એર-ફોર્સની નંબર-7 સ્કવોડ્રન કરવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

 

3. કારગીલ યુદ્ધ બાદ આ વિમાનોમાં નવા સુધારા કરીને તેને વધુ સક્ષમ બનાવવામાં આવ્યા છે. ભારતીય વાયુ સેના પાસે હાલમાં 51 જેટલાં મિરાજ-2000 પ્રકારના વિમાનો છે.

4.મિરાજ લડાકુ વિમાનો 554 ઓટોકેનથી સજ્જ છે જેના દ્વારા દુશ્મનોને જવાબ આપી શકાય છે. જેમાં 30 મિમિ રિવોલ્વર પ્રકારની તોપ પણ સામેલ છે. એક મિનિટમાં આ તોપ 1200થી લઈને 1800 રાઉન્ડ ફાયર કરીને દુશ્મનોનો ખુરદો બોલાવવાની ક્ષમતા રાખે છે.

5.મિરાજ-2000ના પ્રકારના આ વિમાનો પ્રતિ કલાકની 2336 કિમીની રફતારથી ઉડી શકે છે અને એક જ વખતમાં પોતાની સાથે 13800 કિલોગ્રામ જેટલો સામાન લઈ જઈ શકે છે.

[yop_poll id=1819]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article