Cyclone Tauktae : અરબી સમુદ્રમાં બન્યુ ડિપ ડિપ્રેશન, 15મી મેએ બનશે તૌકતે વાવાઝોડુ, 17મીએ 150 કિ.મીની ઝડપે ફુકાશે પવન

|

May 14, 2021 | 8:09 PM

Gujarat Weather Today તૌકતે વાવાઝોડુ આગામી બે દિવસમાં જ અતિ મજબુત બનીને ભારે તબાહી સર્જે તેવુ સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Cyclone Tauktae : અરબી સમુદ્રમાં બન્યુ ડિપ ડિપ્રેશન, 15મી મેએ બનશે તૌકતે વાવાઝોડુ, 17મીએ 150 કિ.મીની ઝડપે ફુકાશે પવન
અરબી સમુદ્રમાં બનેલુ ડિપ ડિપ્રેશન 15મી મેએ સાયક્લોન બનશે

Follow us on

અરબી સમુદ્રમાં હવાનુ હળવુ દબાણ આજે સવારે ડિપ્રેશન અને ત્યાર બાદ મોડી સાંજે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ છે. આ ડિપ ડિપ્રેશન આવતીકાલ શનિવાર 15મી મેના રોજ સવારે વાવાઝોડા તૌકતેમાં પરીવર્તીત થશે અને મોડી સાંજ સુધીમાં તૌકતે વધુ મજબુત થઈને સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે.

તૌકતે કયારે ? કેટલુ તાકાતવર બનશે ?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય હવામાન વિભાગે, તૌકતે વાવાઝોડાને આગામી બે દિવસમાં જ અતિ મજબુત બનીને ભારે તબાહી સર્જે તેવુ સ્વરૂપ ધારણ કરશે તેવી આગાહી કરી છે. તૌકતે વાવાઝોડુ દરિયામાં જ રહીને વધુને વધુ મજબુત બનશે. 15મીએ સવારે તે સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડા તૌકતેમાં ફેરવાઈ ગયુ હશુ તે સમયે વાવાઝોડાના કેન્દ્રબિંદુની આસપાસ 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હશે. જે ઉતરોત્તર વધુ મજબુત બનીને, 17મીએ સવાર સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યુ હશે. 17મી મેના રોજ વાવાઝોડા તૌકતેના કેન્દ્રબિંદુની આસપાસ 150 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો હશે.

તારીખ પવનની ગતી ( કિ.મી.માં) વાવાઝોડાનો પ્રકાર
14-05-21- સાંજે 55-65 ડિપ ડિપ્રેશન
15-05-21 સવારે 80-90 સાયકલોનિક સ્ટ્રોમ
15-05-21 સાંજે 105-115 સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
16-05-21 સવારે 125-135 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
16-05-21 સાંજે 135-145 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
17-05-21 સવારે 150-160 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ

 

તૌકતેથી કયા રાજ્યમાં, ક્યારે, કેવી થશે અસર ?

લક્ષદ્વિપઃ-
લક્ષદ્વિપ ટાપુ ઉપર આજે એટલે કે 14મી મેથી 16 મી મે સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે.
કેટલાક સ્થાને તૌકતે વાવાઝોડાની અસરને કારણે 20 સેન્ટીમીટર સુધીનો વરસાદ વરસી શકે છે.

કેરળઃ-
કેરળમાં 14મી મે ના રોજ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે. જ્યારે 15 મેના રોજ મધ્યમ પ્રકારનો વરસાદ અને અને 16 તેમજ 17મી મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ તૌકતે વરસાદની અસર હેઠળ પડશે.

તામિલનાડુઃ-
તામિલનાડુના ઘાટ વિસ્તારમાં આવતીકાલ 15મી મેથી 16મી મે સુધી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

કર્ણાટકઃ-
કર્ણાટકના દરિયાકાંઠો ધરાવતા મોટાભાગના વિસ્તારોમાં 15 અને 16મી મેના રોજ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે.

કોંકણ અને ગોવાઃ-
ગોવાને કેટલાક વિસ્તારોમાં 14મીએ મેના રોજ હળવો વરસાદ પડશે. જ્યારે 15 અને 16મી મેના રોજ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે.

ગુજરાતઃ-
તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતમાં 16મી મેથી જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં 16મી મે એ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 17 અને 18મી મેના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થાને 20 સેન્ટીમીટરથી પણ વધુનો વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનઃ-
રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં છુટો છવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

Next Article