Braking NEWS : કોંગ્રેસે લીધો NYAY યોજના પર યુ-ટર્ન, માત્ર ઘરની મહિલાઓના ખાતામાં જમા થશે રૂ. 72 હજાર
કોંગ્રેસ દ્વારા સોમવારે ગરીબ લોકોના ખાતામાં રૂ. 72 હજાર આપવની જાહેરાત કરી હતી. જેના પર કોંગ્રેસે મંગળવારે નવો વળાંક આપ્યો છે. મંગળવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપતાં કહ્યું કે, રૂ. 72 હજાર માત્ર ઘરની મહિલાના ખાતામાં જ જમા થશે. इसके तीन पहलू हैं-– ₹72,000 सालाना देश के 20% सबसे गरीब परिवारों को मिलेगा। […]

કોંગ્રેસ દ્વારા સોમવારે ગરીબ લોકોના ખાતામાં રૂ. 72 હજાર આપવની જાહેરાત કરી હતી. જેના પર કોંગ્રેસે મંગળવારે નવો વળાંક આપ્યો છે. મંગળવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપતાં કહ્યું કે, રૂ. 72 હજાર માત્ર ઘરની મહિલાના ખાતામાં જ જમા થશે.
इसके तीन पहलू हैं-– ₹72,000 सालाना देश के 20% सबसे गरीब परिवारों को मिलेगा। लगभग 5 करोड़ परिवार और 25 करोड़ लोग।– यह टॉप-अप स्किम नहीं है।– यह महिला केंद्रित योजना है। ये पैसा घर की महिला के खाते में जमा होगा।– यह पूरे देश के गरीबों पर लागू होगी@rssurjewala #NYAYforIndia
— Congress Live (@INCIndiaLive) March 26, 2019
સુરજેવાલાએ કહ્યું કે, દેશના 22 ટકા ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર આપવામાં આવશે. આ સંપૂર્ણ યોજના મહિલા કેન્દ્રીત રહેશે. જેનાથી પૈસા ઘરની ગૃહિણીઓના ખાતામાં જ જમા થશે. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા આ યોજના શહેર અને ગ્રામીણ બંને સ્થાન પર ગરીબોના માટે લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની ગરીબોના ખાતામાં રૂ. 72 હજાર આપવાની જાહેરાત માટે આ વિદ્વાન અર્થશાસ્ત્રીઓ છે જવાબદાર, કેવી રીતે થશે સફળ?
આ સાથે કોંગ્રેસ તરફથી સવાલ કરવામાં આવ્યો કે, વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી આ લાભના સમર્થન કરી રહ્યા છે કે વિરોધ તે પણ જનતાને જણાવવું જોઇએ. સુરજેવાલાએ કહ્યું કે, આ કોંગ્રેસની ગરીબી મિટાઓ ન્યાય યાત્રા ની સમગ્ર દેશમાં નવી શરૂઆત છે.
કોંગ્રેસ દ્વારા આજે રાજસ્થાનથી ગરીબ સે ન્યાય અને ગરીબ કો ન્યાય જેમાં ન્યાયનો અર્થ થાય છે, ન્યૂનતમ આવક યોજના. જેના પર પ્રકાશ પાડતાં કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યુંકે, કોંગ્રેસ સરકારોએ સ્વતંત્રતા પછી ભારતમાં ગરીબીનો 70 ટકા થી ઘટાડીને 22 ટકા પર પહોંચી દીધી છે. જેના પછી દેશમાં બાકી રહેલી 22 ટકા ગરીબી દૂર કરવા માટે અમે કામ કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
