BHAVNAGAR : કોરોનામાં મૃત્યુ સહીતના વળતર માટે કોંગ્રેસ દ્વારા ત્રણ અઠવાડિયાની ન્યાયયાત્રાનું આયોજન

|

Aug 20, 2021 | 7:06 PM

ત્રણ અઠવાડિયાની આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના તમામ કાર્યકરો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરે-ઘરે જઈ કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોની યાદી લઈ ફોર્મ ભરશે અને મરણનું પ્રમાણપત્ર મેળવશે

BHAVNAGAR : કોરોનામાં મૃત્યુ સહીતના વળતર માટે કોંગ્રેસ દ્વારા ત્રણ અઠવાડિયાની ન્યાયયાત્રાનું આયોજન
Congress organizes three week nyayayatra in Bhavnagar

Follow us on

BHAVNAGAR : આજે 20 ઓગષ્ટના રોજ ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઇ હતી, જેમાં મીડિયા ને વિગત આપતા ધારાસભ્ય એ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ભાજપની સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના આંકડા છુપાવ્યા તે વાસ્તવિકતા છે, કોંગ્રેસ દ્વારા આગામી ત્રણ સપ્તાહ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ અઠવાડિયાની આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના તમામ કાર્યકરો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરે-ઘરે જઈ કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોની યાદી લઈ ફોર્મ ભરશે અને મરણનું પ્રમાણપત્ર મેળવશે સાથે જ ધારાસભ્ય રાજુભાઈએ જણાવ્યું હતું કોરોના મહામારીમાં જેમને પોતાના સ્વજન ગુમાવ્યાના છે તેમને 4 લાખ રૂપિયાનું વળતર મળે અને નોકરી મળે, સાથે જ જેમણે પણ દસ દિવસથી વધું મેડિકલ સારવાર લીધી છે તેમને પરત મેડીકલ બીલ (વળતર) મળે તેવા હેતુથી આગામી ત્રણ સપ્તાહ સુધી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે,ત્રણ અઠવાડિયાની ન્યાયયાત્રા બાદ કોંગ્રેસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ આપવામાં આવશે.

ભાવનગર શહેરમાં આજથી જ અલગ-અલગ વોર્ડમાં જય કોંગ્રેસના કાર્યકરો કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરશે, ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનો આ મિશન કેટલા અંશે સફળ થશે અને લોકોને પણ 4 લાખનું વળતર મળશે કે નહીં તે આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ભાવનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના તમામ લોકોએ પોતાના હાથમાં કોવીડ-19 ન્યાયયાત્રાનું પેમ્પ્લેટ લઈ ન્યાય યાત્રાનો શુભારંભ કર્યો હતો, જોકે એક સવાલ એ પણ ઉભો થવા પામે છે કે કોરોના ના સમય ગાળા ને આજે પોણા બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. કોરોનાની પેહલી લહેર અને બીજી લહેરમાં અનેક લોકોના કોરોના ને કારણે મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવેલ છે. તો કોંગ્રેસ ને અત્યારે જ કેમ કોવિડ ન્યાય યાત્રા કાઢવાનો વિચાર આવ્યો?

2022 માં ગુજરાતમાં વિધાનસભા ની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા વિભિન્ન પ્રકારના લોકોની નજીક જવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ કોરોના ના નામે સિમ્પથી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે એજ પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી ચૂકી છે ત્યારે કોંગ્રેસને મોડે પણ આ વિચાર આવ્યો તે મહત્વનું છે.

ભાજપ પણ કેન્દ્રના મંત્રીઓ ને લઇને હાલમાં જ જન આશીર્વાદ યાત્રા ચાલી રહી છે ત્યારે પ્રજાએ નક્કી કરવાનું છે કે સાચા અર્થમાં સાચી યાત્રા કોની. કારણકે હવે તમામ પક્ષોને ચૂંટણી ટાણે પ્રજાના પ્રશ્નો યાદ આવ્યાં છે ત્યારે આવનારા દિવસોમાં અનેક યાત્રાઓ આવશે. ત્યારે લોકોએ નક્કી કરવાનું છે કે પોતાના જીવનની યાત્રા મા ક્યો પક્ષ પ્રજાની સાથે થયો છે.

આ પત્રકાર પરિષદમાં ધંધુકાના ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, ભાવનગર શહેરના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, તેમજ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા પ્રહલાદ સિંહ ગોહિલ તેમજ યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઇ અને અલગ-અલગ વોર્ડના કોર્પોરેટર તેમજ વિવિધ સેલના કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત, ભાવનગરથી દિલ્હી, મુંબઈ અને સુરતની સીધી વિમાની સેવા શરૂ

Next Article