સુસવાટા મારતા ઠંડા પવનોમાં ઠુંઠવાયું ગુજરાત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં પારો 5 ડિગ્રી સુધી ગગડ્યો, હજી બે દિવસ સુધી રહેશે COLD WAVE, જાણો તમારા શહેરનું શું રહ્યું તાપમાન ?
વેસ્ટર્ન ડિસ્ટર્બંસ અને પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને ઠંડા પવનોથી ઘમરોળી નાખ્યું છે. બે-ત્રણ દિવસ દરમિયાન ઠંડી અચાનક ગાયબ થયા બાદ ગુરુવારે ફરી ઠંડીએ કમબૅક કર્યું અને આખું ગુજરાત ઠંડા પવનોથી રીતસરનું ઠુંઠવાઈ ગયું. Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : દાંત દુખે છે ? આ 5 […]

વેસ્ટર્ન ડિસ્ટર્બંસ અને પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને ઠંડા પવનોથી ઘમરોળી નાખ્યું છે.
બે-ત્રણ દિવસ દરમિયાન ઠંડી અચાનક ગાયબ થયા બાદ ગુરુવારે ફરી ઠંડીએ કમબૅક કર્યું અને આખું ગુજરાત ઠંડા પવનોથી રીતસરનું ઠુંઠવાઈ ગયું.
ગુરુવારે સવારથી શરુ થયેલા ઠંડા પવનોનો સિલસિલો એવો ચાલ્યો કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંનેમાં ભારે કડાકો નોંધાયો. તાપમાનમાં કડાકા સાથે જ ગુજરાત ફરી એક વાર કડકડતી ઠંડીમાં જકડાઈ ગયું. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં કોલ્ડ વેવનો કહેર ચાલુ રહેશે.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે ઉતરી ગયું. સૌથી વધુ ખરાબ હાલત નલિયા અને ડીસાની રહી કે જ્યાં લઘુત્તમ તાપમાન ગુરુવાર રાત્રે 7 ડિગ્રી નોંધાયું. ડીસામાં તો લઘુત્તમ તાપમાને 14 વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં ગુરુવારે રાત્રે તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી ઉતરી ગયો.
ઠંડી કરતા લોકોને ઠંડા પવનોએ વધુ હેરાન કર્યા. જે લોકોએ બે-ત્રણ દિવસ પહેલા અચાનક ગરમીનો અહેસાસ થયા બાદ ગરમા કપડાં માળિયે ચઢાવવાની તૈયારીઓ શરુ કરી દીધી હતી અને પંખા અને એસી શરૂ કરી દીધા હતા, તે લોકો ફરી એક વાર ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યાં.
સૌરાષ્ટ્રમાં પણ ઠંડી અને ઠંડા પવનોનો કહેર જોવા મળ્યો. રાજકોટમાં પારો 10 ડિગ્રી નોંધાયો, જ્યારે અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું, પણ ઠંડા પવનોએ અહીં પણ લોકોને મુશ્કેલીમાં નાંખ્યા.
[yop_poll id=1197]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]