ચીનની અવળચંડાઈ, લીપુલેખ LAC પર ચીની સૈન્યે કરી કૂચ, 3 હજાર સૈન્ય જવાનનો બેઝકેમ્પ બનાવ્યો

|

Oct 04, 2020 | 6:19 PM

ભારત સાથે છ મહિના જૂનો, સરહદ વિવાદ ઉકેલવાનો રાજદ્વારી પ્રયાસ કરવાનો, દેખાડો કરતા ચીનની અવળચંડાઈ સામે આવી છે. ચીને લદ્દાખના મુનસ્યારીની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર, બેસકેંપ લગાવ્યા બાદ, હવે લીપુલેખ સાથે જોડાયેલ, LAC પર ગતિવિધિ વધારી દીધી છે. દરિયાઈ સપાટીથી 17 હજાર ફુટની ઉચાઈએ, આવેલા લીપુલેખ સરહદ ઉપર, ચીને તેની સૈન્ય પ્રવૃતિ વધારી દીધી છે. પહેલા […]

ચીનની અવળચંડાઈ, લીપુલેખ LAC પર ચીની સૈન્યે કરી કૂચ, 3 હજાર સૈન્ય જવાનનો બેઝકેમ્પ બનાવ્યો

Follow us on

ભારત સાથે છ મહિના જૂનો, સરહદ વિવાદ ઉકેલવાનો રાજદ્વારી પ્રયાસ કરવાનો, દેખાડો કરતા ચીનની અવળચંડાઈ સામે આવી છે. ચીને લદ્દાખના મુનસ્યારીની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર, બેસકેંપ લગાવ્યા બાદ, હવે લીપુલેખ સાથે જોડાયેલ, LAC પર ગતિવિધિ વધારી દીધી છે. દરિયાઈ સપાટીથી 17 હજાર ફુટની ઉચાઈએ, આવેલા લીપુલેખ સરહદ ઉપર, ચીને તેની સૈન્ય પ્રવૃતિ વધારી દીધી છે. પહેલા મહિનામાં માત્ર ત્રણ કે ચાર વાર, સૈન્યની આવન જાવન રહેતી હતી. પરંતુ હવે દર બીજા કે ત્રીજા દિવસે સૈન્ય ટુકડી કુચ કરતી નજરે પડે છે.

લીપુલેખની પાસે જ આવેલ તાકલાકોટમાં બનાવેલા બેજ કેમ્પમાં ચીનના પિપલ્બ લિબરેશન આર્મી (PLA)ની છાવણી બનાવાઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને, તાકલાકોટ સરહદે ચીની સૈન્યની ગતિવિધિના ફોટાઓ પ્રાપ્ત થયા છે. જેના પરથી ફલિત થાય છે કે, અહીયા ત્રણ હજારથી વધુ સૈન્ય જવાનો હોઈ શકે છે. અને તેઓ રાત્રે ફ્લડ લાઈટની મદદથી રાત્રે પણ સરહદ ઉપર કુચ કરતા નજરે પડ્યા છે. લીપુલેખ LACની પેલે પાર ચીને બે માર્ગી રોડ બનાવ્યો છે. અને તેઓ રોડનું સમારકામ કરતા હોય તેવુ પણ સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બની બીજી ઘટના, દુષ્કર્મ આચરીને વિડીયો સોશયલ મીડિયામાં અપલોડ કર્યો, પરિવાર સાથે આરોપી બોડેલીમાંથી થયો ફરાર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article