ટિકટોક એપ પર પ્રતિબંધના લીધે જાણો કેટલા કરોડનું નુકસાન સહન કરી રહી છે કંપની?

|

Apr 24, 2019 | 12:48 PM

ભારતમાં ટિકટોક એપ પર પ્રતિબંધ લાગવાથી કંપનીને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ભારતમાં આશરે ત્રણ કરોડ જેટલા લોકોએ આ એપને ડાઉનલોડ કરેલું છે. ટિકટોક પર મનોરંજનના અનેક વીડિયો આવતા હોય છે અને ભારતમાં તેના યુઝર્સની સંખ્યા પણ વધારે છે. મદ્રાસ હાઈકોર્ટે આ ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારને સલાહ આપી હતી અને […]

ટિકટોક એપ પર પ્રતિબંધના લીધે જાણો કેટલા કરોડનું નુકસાન સહન કરી રહી છે કંપની?

Follow us on

ભારતમાં ટિકટોક એપ પર પ્રતિબંધ લાગવાથી કંપનીને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ભારતમાં આશરે ત્રણ કરોડ જેટલા લોકોએ આ એપને ડાઉનલોડ કરેલું છે.

ટિકટોક પર મનોરંજનના અનેક વીડિયો આવતા હોય છે અને ભારતમાં તેના યુઝર્સની સંખ્યા પણ વધારે છે. મદ્રાસ હાઈકોર્ટે આ ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારને સલાહ આપી હતી અને બાદમાં ભારત સરકારની અપીલથી પ્લે સ્ટોરે પણ આ એપના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો:  અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

 

ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ ભારતમાં એક દિવસમાં ટિકટોકને બેન થવાને લીધે 3.5 કરોડ રુપિયાનું નુકસાન જઈ રહ્યું છે જેને લઈને તે પોતાના ભારતના 250 કર્મચારીઓને નોકરીમાંથી નીકાળી દેવાનું પણ વિચારી રહ્યાં છે. ટિકટોકની માલિકી ચીનની એક કંપની જેનું નામ બાઈટડાંસ છે તેની પાસે છે. આ એપના ભારતમાં ત્રણ કરોડ યુઝર્સ તો વિશ્વમાં 100 કરોડ જેટલાં યુઝર્સ છે.

ભારતમાં મદ્રાસ હાઈકોર્ટે ટિકટોક વિરુધ્ધની એક અપીલમાં સુનાવણી કરીને આ એપમાં અશ્લીલ સામગ્રી સરળતાથી પીરસતાથી હોવાનો તેમજ અન્ય કારણો આપીને સરકારને આ એપ પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પછી ભારત સરકારના મંત્રાલયે પ્લે સ્ટોરને રજૂઆત કરતાં ગૂગલે અને એપલે પોતાના પ્લે સ્ટોરમાંથી આ એપને હટાવી લીધું છે. ભારતમાં જેના પણ ફોનમાં આ એપ ડાઉનલોડ છે તે હાલ તેનો ઉપયોગ કરી રહ્યાં છે જ્યારે અન્ય નવા લોકો આ એપને હવે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા સક્ષમ નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article