
TV9 નેટવર્કના વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે સમિટ 2026નું દિલ્હીમાં આયોજન ચાલી રહ્યું છે. આ સમિટના બીજા દિવસે, ભારતીય ક્રિકેટના સ્ટાર બોલર અર્શદીપ સિંહે પણ TV9ના મંચ પર પહોંચ્યો હતો. TV9 પર અર્શદીપ સિંહ સાથે વાતચીતમાં લગ્નને લઈને પણ મુદ્દો આવ્યો હતો. અર્શદીપ સિંહ હાલમાં ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીતનારી ટીમનો સભ્ય રહ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2026માં 8 મેચની 8 ઇનિંગ્સમાં 9 વિકેટ લીધી હતી.
અર્શદીપ સિંહે લગ્નના સવાલ પર કહ્યું કે, હજુ તે 3-4 વર્ષ સુધી લગ્ન નહી કરે મજાકના અંદાજમાં અર્શદીપ સિંહે કહ્યું તેને પિતાને કહી દીધું કે, ચેહરા પર સ્માઈલ જોઈએ તો લગ્નની વાત ન કરતા. તેમણે પોતાના લગ્નની ચર્ચા કરતી વખતે, તેણે અક્ષર પટેલને એમ કહીને ચીડવ્યો કે તેના લગ્ન પછી, તેણે પોતાના ચહેરા પર સ્મિત લાવવું પડશે.
અર્શદીપ સિંહે આગળએ પણ કહ્યું કે, સૌથી વધારે ડર તેને કોનો લાગે છે. તેની સામે ઓપ્શન તરીકે ગર્લફ્રેન્ડ અને ગૌતમ ગંભીરનો નામ આપ્યું હતુ પરંતુ અર્શદીપ સિંહે કહ્યું કે.ડર તો ભગવાનથી લાગે છે. અર્શદીપ સિંહે TV9ના મંચ પરથી બાળકો માટે કહ્યું કે, બાળકોને વધારે ફોન જોવા દેવો જોઈએ નહી.બાળકને મોબાઈલથી દુર રાખવા.
જસપ્રીત બુમરાહ આટલો પ્રભાવશાળી કેમ છે. તે કઈ ઘંટીનો લોટ ખાય છે. અર્શદીપ સિંહે TV9ના મંચ પરથી તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જસપ્રીત બુમરાહની સાથે ગોડ ગિફટેડ કે માત્ર તેની બોલિંગ એક્શન થોડી અલગ છે. પરંતુ મેચમાં પોતાનો પ્રભાવ છોડવા માટે મહેનત પણ કરે છે. અર્શદીપ સિંહનું માનવું છે કે, બુમરાહની એક્શન ખતરનાક છે. તે તેને બેટ્સમેનોને હરાવવામાં મદદ કરે છે.
છેલ્લા 3 વર્ષથી એક ભારતીય ફાસ્ટ બોલર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં દબદબો બનાવ્યો છે, તેનું નામ અર્શદીપ સિંહ છે. 2022માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કરનાર અર્શદીપ સિંહે 84 મેચમાં 127 વિકેટ લીધી છે. તે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર પણ છે. આઈપીએલમાં પણ તે પોતાના નામે 100 વિકેટ થી બસ માત્ર 3 ડગલાં દુર છે. આઈપીએલમાં 82 બોલમાં 97 વિકેટ લીધી છે.