BJPની વેબસાઈટ થઈ હેક, PM મોદી માટે આપત્તિજનક લખાણ લખવામાં આવ્યું

|

Mar 05, 2019 | 9:04 AM

સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ મંગળવારે સવારે હેક થઈ. સોશિયલ મીડિયા પર સતત લોકોએ આ વાત શૅર કરી  અને પાર્ટીને જાણ પણ કરવામાં આવી. બીજેપીની વેબસાઈટ BJP.ORG ને ખોલવાની કોશિશ કરવામાં આવી પરંતુ હજુપણ તે કાર્યરત નથી. બીજેપીની વેબસાઈટ હેક થવા અંગે ટ્વિટર પર છેલ્લા કેટલાક સમયથી વેબસાઈટના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે જેમાં […]

BJPની વેબસાઈટ થઈ હેક, PM મોદી માટે આપત્તિજનક લખાણ લખવામાં આવ્યું
BJP website hacked

Follow us on

સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ મંગળવારે સવારે હેક થઈ. સોશિયલ મીડિયા પર સતત લોકોએ આ વાત શૅર કરી  અને પાર્ટીને જાણ પણ કરવામાં આવી. બીજેપીની વેબસાઈટ BJP.ORG ને ખોલવાની કોશિશ કરવામાં આવી પરંતુ હજુપણ તે કાર્યરત નથી.

બીજેપીની વેબસાઈટ હેક થવા અંગે ટ્વિટર પર છેલ્લા કેટલાક સમયથી વેબસાઈટના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે જેમાં BJPની વેબસાઈટ હેક કરી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો મુકવામાં આવ્યા છે આ ફોટોમાં મોદી જર્મનીના ચાન્સેલર અંજેલા મર્કલ સાથે જોવા મળી રહ્યાં છે અને તેના પર આપત્તિજનક લખાણ પણ લખવામાં આવ્યું છે. જોકે આ અંગે બીજેપી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

TV9 Gujarati

 

BJPની વેબસાઈટ હેક થતાં કોંગ્રેસને આક્ષેપ કરવાની તક મળી ગઈ અને કોંગ્રેસ પાર્ટીના આઈટી સેલના પ્રમુખ દિવ્યા સ્પંદનાએ ટ્વિટ કર્યુ અને કહ્યું કે, “ભાઈઓ અને બહેનો, અત્યારે જો તમે BJPની વેબસાઈટ નથી જોઈ, તો તમે ખરેખર કઈ ગુમાવી રહ્યાં છો.”

મહત્વની વાત એ છે કે, BJPની વેબસાઈટ દેશની સૌથી વધુ વ્યસ્ત રહેનારી વેબસાઈટોમાની એક છે. જેના પર પાર્ટીની તમામ માહિતી પોસ્ટ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક કલાકોથી તે કાર્યરત નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article