કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીની આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં અધધધ 140 ટકાનો વધારો થયો, ચૂંટણી પંચના એક નવા નિયમ પર નેતાઓની માહિતી આવી રહી છે સામે
લોકસભાની ચૂંટણી માટે નામંકન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં નેતાઓની આવક સામે આવી રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીની વાર્ષિક આવક છેલ્લા પાંચ વર્ષમાં 140 ટકા જેટલી વધી છે. સોમવારે જ્યારે ગડકરીએ પોતાનું નામંકન દાખલ કર્યું ત્યારે આ વાત સામે આવી છે. 2013-14માં ગડકરીની વાર્ષિક આવક 2.7 લાખ રૂ. જાહેર […]

લોકસભાની ચૂંટણી માટે નામંકન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં નેતાઓની આવક સામે આવી રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીની વાર્ષિક આવક છેલ્લા પાંચ વર્ષમાં 140 ટકા જેટલી વધી છે. સોમવારે જ્યારે ગડકરીએ પોતાનું નામંકન દાખલ કર્યું ત્યારે આ વાત સામે આવી છે.
2013-14માં ગડકરીની વાર્ષિક આવક 2.7 લાખ રૂ. જાહેર કરવામાં આવી હતી. જે 2017-18માં જહેર કરવામાં આવેલી આવકામાં રૂ.6.4 લાખ પર પહોંચી છે. સૌથી વધુ ઉછાળો તેમની આવકામાં 2014-15માં જોવા મળ્યો છે. જ્યારે તેમની આવક રૂ. 6 લાખ સુધી પહોંચી સ્થિર થઈ છે.
આ તરફ ગડકરીની પત્નની આવકમાં પણ 10 ટકાની વૃદ્ધિ થઈ છે. 2013-14માં તેમની વાર્ષિક આવક 4.6 લાખ હતી જે 2017-18માં 40 લાખ પર પહોંચી ગઇ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત ઉમેદવારે પોતાની છેલ્લા પાંચ વર્ષના આવકની માહિતી આપવની રહે છે. જેમાં આ પ્રકારની માહિતી સામે આવી રહી છે.
ગડકરીની કુલ સંપત્તિમાં પણ વધારો થયો છે. રૂ. 6.9 કરોડની સંપત્તિ પર પહોંચી છે. જે 2014ની સરખામણીમાં 10 ટકા જેટલી વધી છે. માર્કેટ વેલ્યુએશનમાં પણ વધારો થયો છે. જે સાથે જ નેતાઓની આવક સામે આવી રહી છે. એટલું જ નહીં ગડકરી પર 3 ગુના પણ દાખલ થયેલા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]