ઓખા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 36માંથી 24 બેઠકો પર ભાજપની જીત

Okha Municipality Elections : ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 9 વોર્ડની 36 બેઠકમાંથી 24 બેઠકો પર ભાજપ અને 2 બેઠકો પર કૉંગ્રેસે વિજય મેળવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 5:12 PM

DEVBHUMI DWARKA : દેવભૂમિદ્વારકાની ઓખા નગરપાલિકામાં કેસરિયો લહેરાયો છે. ઓખા નગરપાલિકાની સત્તા પર ભાજપે કબજો મેળવ્યો છે..6 વોર્ડના જાહેર થયેલા પરિણામમાં ભાજપે 24 બેઠકો પર વિજય મેળવ્યો છે.. કુલ 9 વોર્ડની 36 બેઠકમાંથી 24 બેઠકો પર ભાજપ અને 2 બેઠકો પર કૉંગ્રેસે વિજય મેળવ્યો છે..વોર્ડ નંબર-1 થી 6માં વોર્ડ નંબર 2ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે.જ્યારે વોર્ડ નંબર 2માં ભાજપના 2 અને કૉંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે.

ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થતા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું કે ઓખા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત પાછળ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ મુદ્દો કામ કરે છે. કોંગ્રેસ પ્રહાર કરતા તેમણે કહ્યું જે રીતે આજે વાદ-વિવાદ, કોમવાદના નામે ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસની નીતિને મતદારો અને બધા સમાજ જાણી ગયા છે.

તેમણે કહ્યું કે આ વાતનો પુરાવો છે કે બેટ દ્વારકામાં 98 ટકા મુસ્લિમ વસ્તી છે, વર્ષોથી ત્યાં કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટાતા હતા. છેલ્લા 5 વર્ષથી જે રીતે ત્યાં વિકાસના કામો થયા છે, તેના પરથી બેટના લોકોને ખબર પડી છે કે આપણે વાદ-વિવાદમાં રહ્યા છીએ. એટલે વાદ-વિવાદને મુકી વિકાસના નામે મત માંગવામાં આવ્યો છે અને વિકાસના નામે મતદારોએ મત આપ્યો છે, જેના કારણે છેલ્લા 15 વર્ષથી ઓખા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જ જીત થતી આવી છે.

આ પણ વાંચો : Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર

આ પણ વાંચો : “44 માંથી 1 જ મોકો AAP ને”, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">