અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO

|

Jul 21, 2019 | 5:09 AM

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર રિએન્ટ્રી કરી છે. જિલ્લાના બાબરા, વડીયા કુકાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે વાવડીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. VIDEOમાં જોઈ શકાય છે કે- નદીમાં કેટલું વેગથી પાણી વહી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને જ […]

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO

Follow us on

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર રિએન્ટ્રી કરી છે. જિલ્લાના બાબરા, વડીયા કુકાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે વાવડીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. VIDEOમાં જોઈ શકાય છે કે- નદીમાં કેટલું વેગથી પાણી વહી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય કે અહીં કેટલો જોરદાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને ટૂંકાગાળાના લાભ લેવાની લાલચ મુશ્કેલીમાં મૂકી શકે છે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

તો આતરફ લીલીયાની નાવલી નદીમાં પણ પૂર આવ્યું છે. આ નદી શહેરના બજારમાંથી વહી રહી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે નદીનું પાણી રસ્તા પરથી વહી રહ્યું છે. તો બીજીતરફ બાબરાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે. ભારે વરસાદને પગલે લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમરેલીના તોરી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે. લાંબા સમયથી જે પાકને વરસાદી પાણી નહોતુ મળ્યું તેના પર મેઘરાજાએ વ્હાલ વરસાવતા પાક લીલોછમ થઈને લહેરાઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોટી કુકાવાવ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગામના ફળીયાઓમાં નદીની જેમ પાણી વહી રહ્યું છે. મોટાભાગના ફળીયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગામમાં કેવું પાણી ભરાઈ ગયું છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article