Ahmedabad : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઈ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો

|

May 13, 2022 | 9:17 PM

અમદાવાદના(Ahmedabad) રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર, શાકભાજી, તેલ સહિતની વસ્તુમાં ભાવ વધતા રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી માટે હાલાકી સર્જાઈ છે..થાળીના ભાવમાં વધારો ન કરી શકતા વધુ નુકસાન થઈ રહ્યું હોવાનો રેસ્ટોરન્ટના માલિકોનો દાવો છે.

દેશભરમાં સતત વધી રહેલી મોંધવારી(Inflation)  વચ્ચે રાંધણ ગેસ અને રેસ્ટરોરન્ટમાં વપરાતા કોમર્શિયલ  ગેસના(Commercial Gas)  ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઈ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે. જેમાં સૌથી વધુ કોમર્શિયલ બાટલાનો ઉપયોગ રેસ્ટોરન્ટમાં થાય છે જેને લઈને અમદાવાદના રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે..ગેસ સિલિન્ડર, શાકભાજી, તેલ સહિતની વસ્તુમાં ભાવ વધતા રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી માટે હાલાકી સર્જાઈ છે..થાળીના ભાવમાં વધારો ન કરી શકતા વધુ નુકસાન થઈ રહ્યું હોવાનો રેસ્ટોરન્ટના માલિકોનો દાવો છે.

જેને લઈને વેપારીઓએ સરકાર પાસે ભાવ ઘટાડાની માગ કરી છે.બે વર્ષ બાદ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી શરૂ થતા અને ભાવ વધારાએ માઝા મુક્તા પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે..કોમર્શિયલ ગેસ સિલિન્ડરના 19 કિલોના પહેલા 2,253 ભાવ હતા જે હાલમાં 2,355 થયા છે. જ્યારે કોમર્શિયલ ગેસના બાટલાના ભાવ વધતાં તેનો ઉપયોગ કરતાં વેપારીઓ અને રેસ્ટોરન્ટ માલિકોએ પણ ના છૂટકે વસ્તુઓના ભાવમાં વધારો કરવાની ફરજ પડી રહી છે . તેમજ સરકાર દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ગેસના ભાવ વધવાના સંકેત મળી રહ્યા છે. જેના પગલે રેસ્ટોરન્ટ માલિકો હાલ તો મૂંઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચો : સાબરકાંઠા : ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ તેવી શક્યતા

આ પણ વાંચો : જામનગરઃ રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

Published On - 11:31 pm, Sun, 1 May 22

Next Video