Border Tourism : બનાસકાંઠા નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદે 125 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધા વિકસાવાશે

|

Jun 17, 2021 | 6:49 PM

Banaskantha Nadabet border : નડેશ્વરી માતાના મંદિરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધીના માર્ગ ઉપર આવતા ટી જંકશન ઉપર સૈન્ય દ્વારા યુધ્ધના સમયે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રોને કાયમી પ્રદર્શનમાં રાખવા માટેની પણ રૂપરેખા તૈયાર કરી દેવાઈ છે.

Border Tourism : બનાસકાંઠા નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદે 125 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધા વિકસાવાશે
બનાસકાંઠા નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદે 125 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધા વિકસાવાશે

Follow us on

India Pakistan border : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ( Banaskantha Nadabet ) ખાતે આવેલ ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદે, ( India-Pakistan border ) રૂપિયા 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાશે. આગામી 15મી ઓગસ્ટ સુધીમાં સુવિધા ઉભી કરી દેવાની નેમ ગુજરાત સરકારે રાખી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે, નડાબેટ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમિક્ષા હાથ ધરી હતી.

નડેશ્વરી માતાના મંદિરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધીના માર્ગ ઉપર આવતા ટી જંકશન ઉપર સૈન્ય દ્વારા યુધ્ધના સમયે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રોને કાયમી પ્રદર્શનમાં રાખવા માટેની પણ રૂપરેખા તૈયાર કરી દેવાઈ છે. બોર્ડર ટુરીઝમના ( Border Tourism ) ભાગરૂપે, કુલ ચાર ફેઝમાં તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. જેમાં પ્રથમ અને બીજા ફેઝમાં 55.10 કરોડના કામ પ્રગતિમાં છે.

ફેઝ એકમાં 23 કરોડ અને ફેઝ બે માં 32 કરોડના કામ થઈ રહ્યાં છે. બીજા ફેઝના કામમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતી અંગેની પ્રતિકૃતિ સમાન વિશાળ દરવાજાના કામ હાલમાં ચાલી રહ્યા છે. તો ફેઇઝ-1ના કામમાં, પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, વાહનો માટેનુ પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂરા કરી દેવાયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નડેશ્વરી મંદિરથી નડાબેટ સરહદે જવા માટેના ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ ઉપર પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જેના ઉપર સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ લોકો જોઈ શકે તે પ્રકાર પ્રદર્શનમાં મૂકવામાં આવશે.

નડાબેટ ( Nadabet ) ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદના ( India-Pakistan border )  સ્થળે સૂર્ય ઉર્જાથી ઝળહળતુ કરાશે. જેના માટે કુલ 14 જેટલા સોલાર ટ્રી ( Solar tree ) લગાવાશે. જેના કારણે સીમાદર્શન-બોર્ડર સુધીના વિસ્તારનો અંધકાર દૂર કરી શકાશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમથી ગુજરાતને બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન સ્થળોમાં મોખરાનું સ્થાન અપાવશે.

Published On - 3:27 pm, Thu, 17 June 21

Next Article