Zero Shadow Day: આજે થોડા સમય માટે તમે તમારો પડછાયો નહીં જોઈ શકો, જાણો શું છે આ દુર્લભ ખગોળીય ઘટનાનું કારણ?

|

Aug 18, 2023 | 8:39 AM

તમે જાણો કે ઝીરો શેડો ડે શું છે અને કેમ તેની ઉજવણી કરવામાં આવે છે? તેમજ આ ઘટનાનું કારણ શું છે? જણાવી દઈએ કે આ વર્ષે 25 એપ્રિલે બપોરે 12થી 12.30 વાગ્યા સુધી બેંગલુરુના લોકોએ ઝીરો શેડો જોયો હતો.

Zero Shadow Day: આજે થોડા સમય માટે તમે તમારો પડછાયો નહીં જોઈ શકો, જાણો શું છે આ દુર્લભ ખગોળીય ઘટનાનું કારણ?
Zero Shadow Day

Follow us on

Zero Shadow Day: આ વર્ષે બેંગલુરુમાં લોકોએ એક અનોખી ખગોળીય ઘટનાનો અનુભવ કર્યો જ્યારે તેઓએ તેમના પડછાયાને (Shadow) ગાયબ થતા જોયા. આપણે બધા ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ જોઈએ છીએ. આ સિવાય પણ પૃથ્વી પર બીજી ઘણી ઘટનાઓ છે, જે કોઈ વાર જ અનુભવાય છે. આમાંની એક ઘટના છે ઝીરો શેડો.

હકીકતમાં, આ ખગોળીય ઘટનાનું કારણ પૃથ્વીનું તેની ધરી અને સૂર્યની આસપાસનું પરિભ્રમણ પણ છે. તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં શાળા અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ઝીરો શેડો ડેની ઉજવણી કરી હતી. આ પ્રકારની ખગોળીય ઘટનાઓ પૃથ્વીના કેટલાક ભાગોમાં વર્ષમાં બે વખત જોવા મળે છે.

ઝીરો શેડો ડે શું છે?

તમે જાણો કે ઝીરો શેડો ડે શું છે અને કેમ તેની ઉજવણી કરવામાં આવે છે? તેમજ આ ઘટનાનું કારણ શું છે? જણાવી દઈએ કે આ વર્ષે 25 એપ્રિલે બપોરે 12થી 12.30 વાગ્યા સુધી બેંગલુરુના લોકોએ ઝીરો શેડો જોયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂર્યપ્રકાશથી બનેલા પડછાયાના ફોટોગ્રાફ્સ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવસના એક ચોક્કસ સમયે સૂર્ય આપણા માથાની ઉપર સીધો રહે છે અને આ જ કારણ છે કે તે ચોક્કસ સમયે આપણો પડછાયો દેખાતો નથી. આ ઘટનાને ઝીરો શેડો કહેવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

આ પણ વાંચો: રાહુલ ગાંધીના લેહ લદ્દાખ પ્રવાસના દિવસો અચાનક વધારવામાં આવ્યા, 25 ઓગસ્ટ સુધી રહેશે પ્રવાસે, જાણો કારણ

એક દુર્લભ ખગોળીય ઘટના

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝીરો શેડોની ઘટના એપ્રિલ મહિનામાં બની હતી. તે જ સમયે, આજે એટલે કે શુક્રવારે, આ ખગોળીય ઘટના ફરી એકવાર જોવા મળશે. રિપોર્ટ અનુસાર, ઝીરો શેડો દિવસનું કારણ પૃથ્વીના પરિભ્રમણની ધરીનો ઝોક છે. પૃથ્વીની સૂર્યની ભ્રમણકક્ષામાં ઊભી રહેવાને બદલે, તે 23.5 ડિગ્રી સુધી નમેલી રહે છે.

વાતાવરણમાં ફેરફાર

એવું માનવામાં આવે છે કે દરરોજ બપોરે 12 વાગ્યે સૂર્ય આપણા માથાની ઉપર હોય છે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. જણાવી દઈ કે પૃથ્વીના સમતલના સૂર્ય તરફ 23.5 ડિગ્રીના ઝોકને કારણે સૂર્યની સ્થિતિ આખા વર્ષ દરમિયાન બદલાય છે. આ જ કારણ છે કે વાતાવરણમાં ફેરફાર પણ જોવા મળે છે.

પૃથ્વી પર દિવસ અને રાત સમાન

સૂર્યની ગતિ દક્ષિણથી ઉત્તર તરફ 22 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 21 માર્ચે સૂર્ય વિષુવવૃત્તની એકદમ ઉપર રહે છે. હવે આ દિવસે બપોર પછી પડછાયો દેખાતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દિવસે પૃથ્વી પર દિવસ અને રાત સમાન હોય છે. 2023માં આ સ્થિતિ 25મી એપ્રિલે સર્જાઈ હતી અને ઝીરો શેડોનો અનુભવ કરવામાં આવ્યો હતો.

ઝીરો શેડો ડેની અસર

રિપોર્ટ અનુસાર ઝીરો શેડો હવામાનને અસર કરતું નથી. જો કે આ દિવસ ખૂબ જ ગરમ હોય છે. મળતી માહિતી મુજબ 21 જૂને કર્ક રાશિ પર આ સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ભારતમાં જૂન મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની અસર યથાવત છે. આવી સ્થિતિમાં મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ઝીરો શેડો દેખાતો નથી. જો કે અત્યારે હવામાન ચોખ્ખું છે, પરંતુ આજે દેશના વધુ વિસ્તારોમાં આ ઘટના જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ એ પણ ઉલ્લેખનીય છે કે અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ દિવસોમાં ઝીરો શેડો જોવા મળે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:37 am, Fri, 18 August 23

Next Article