Knowledge: શા માટે જરૂરી છે ભાડા કરાર ? જો તમે ભાડાના મકાનમાં રહો છો તો જાણો આ નિયમો

|

Sep 25, 2022 | 6:13 PM

ભારત જેવા વિકાસશીલ દેશમાં રેન્ટલ હાઉસિંગ (Rental housing) મોટા પાયે છે. રેન્ટલ હાઉસિંગ એટલું લોકપ્રિય છે કે ભારતના ઘણા રાજ્યો ફ્યુચર અલાઇન્ડ પોલીસીઝ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Knowledge: શા માટે જરૂરી છે ભાડા કરાર ? જો તમે ભાડાના મકાનમાં રહો છો તો જાણો આ નિયમો
ભાડાના મકાનમાં રહેતા હોવ તો આ નિયમ જાણો

Follow us on

જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા શિફ્ટ થવા જઈ રહ્યા છો અથવા ભાડા પર તમારું મકાન આપી રહ્યા છો, તો ચોક્કસપણે ભાડા કરારનું (Rental agreement) મહત્વ સમજજો. નહીંતર તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી આવનારી પરેશાનીઓથી બચવા માટે, આ નિયમો ચોક્કસપણે જાણી લો. ભાડા કરાર એ એક દસ્તાવેજ છે જે મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે કરવામાં આવે છે. આ દસ્તાવેજમાં (document), બંને પક્ષોને લગતી તમામ પ્રકારની માહિતી રેકોર્ડ કરવામાં આવે છે અને બંને પક્ષોએ દસ્તાવેજમાં આપેલા નિયમોનું પાલન કરવાનું હોય છે.

ભારત જેવા વિકાસશીલ દેશમાં રેન્ટલ હાઉસિંગ મોટા પાયે છે. રેન્ટલ હાઉસિંગ એટલું લોકપ્રિય છે કે ભારતના ઘણા રાજ્યો ફ્યુચર અલાઇન્ડ પોલીસીઝ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના મોડેલ ટેનન્સી એક્ટ મુજબ, ભાડૂઆત માટે ભાડા કરાર પર સહી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કરારમાં નિયમો અને રેગ્યુલેશન છે જે બંને પક્ષોને કાયદેસર રીતે બંધનકર્તા છે.

જણાવી દઇએ કે ભારતમાં રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે, સરકારે મોડલ ટેનન્સી એક્ટ લાગુ કર્યો છે, જેથી ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાને ભાડૂઆત અને મકાન માલિક બંને માટે ફાયદાકારક બનાવી શકાય. મોડેલ ટેનન્સી એક્ટ હેઠળ, મકાન માલિક અને ભાડૂઆત બંનેએ લેખિત કરાર પર હસ્તાક્ષર કરવાના હોય છે અને આ કરારમાં ભાડું, ભાડુઆતની મુદત અને અન્ય નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જેથી આવનારા દિવસોમાં કોઈપણ પક્ષને કોઈ મુશ્કેલી ન પડે. એટલા માટે તમારા માટે તેના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાડા કરાર શા માટે જરૂરી છે?

ઘણી વખત એવું બને છે કે ભાડૂઆતો અને મકાન માલિકો ખર્ચ બચાવવા માટે મૌખિક કરાર કરે છે અથવા તો ઘણી વખત એવું પણ બને છે કે રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે પરંતુ ફી ટાળવા માટે તેની નોંધણી કરવામાં આવતી નથી, કારણ કે મકાનમાલિક અને ભાડૂઆત બંનેએ નોંધણી સમયે ફી ચૂકવવાની હોય છે. આવી સ્થિતિમાં જોખમની શક્યતા વધી જાય છે. આ સાથે તે એક ગેરકાયદેસર પ્રથા પણ છે. આ તમારા વ્યવસાયને જોખમી બનાવે છે.

સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવાની ખાતરી કરો

ખાસ કરીને કોઈ વધુ વિવાદના કિસ્સામાં બંને પક્ષો જોખમમાં છે. ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી ભાડા કરાર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલો ન હોય ત્યાં સુધી તે માન્ય ગણવામાં આવતો નથી. ભાડા કરારમાં નિયમો અને શરતોનો ઉલ્લેખ કરીને તેની નોંધણી અને મુસદ્દો તૈયાર કરાવવો તે બંને પક્ષો માટે ફાયદાકારક છે. મકાન માલિકે સ્ટેમ્પ પેપર પર છાપવાનું રહેશે. એકવાર મકાન માલિક અને ભાડૂત 2 સાક્ષીઓની હાજરીમાં આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી લે, તેઓ તેને સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં નોંધણી કરાવી શકે છે.

Next Article