
સ્વતંત્રતા દિવસ એટલે કે, 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લામાં ધ્વજારોહણ કરવામાં આવે છે. જ્યારે ગણતંત્રના દિવસે એટલે કે, 26 જાન્યુઆરીના રોજ ધ્વજ ફરકાવામાં આવે છે. શું તમે જાણો છો આ બંન્ને દિવસે ધ્વજ લહેરાવાની રીત અલગ હોય છે. તો ચાલો જાણીએ બંન્ને વચ્ચે શું અંતર છે અને તેની પાછળ ઈતિહાસ શું છે.તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) ના રોજ, પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) ના રોજ, રાષ્ટ્રપતિ રાજપથ (હવે કર્તવ્ય પથ) પર ધ્વજ “અભિવંદન” કરે છે અથવા ધ્વજ ફરકાવતા હોય છે. ચાલો તફાવત સમજીએ.
26 જાન્યુઆરીના રોજ આપણું સંવિધાન લાગુ થયું હતુ. એટલા માટે આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. તમને જણાવી દઈએ કે, President of India ને Protector of constitution પણ કહેવામાં આવે છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1952 થી 1962 સુધી ભારતના પહેલા રાષ્ટ્રપતિ પદ પર સ્થાપિત હતા. જેમાં 1950 પહેલા રાષ્ટ્રપતિ જેવું આપણા દેશમાં કોઈ પદ ન હતુ.
આ માટે પ્રધાનમંત્રી જવાહરલાલા નેહરુ દ્વારા 15 ઓગ્સ્ટ 1947ની પહેલી વખત આપણા દેશમાં ઝંડાને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે. નીચેથી ઉપર ઝંડો લઈ જવાની પ્રોસેસને ધ્વજારોહણ (Flag Hoisting) કહેવામાં આવે છે 26 જાન્યુઆરી 1950ના ઝંડો પહેલાથી ઉપર હતો. આ માટે 26 જાન્યુઆરીના રોજ ઝંડાને નીચેથી ઉપર લઈ જવામાં આવતો નથી. તે પહેલા થી ઉપર હતો. હવે માત્ર ફરકાવવાનો હોય છે એટલે કે,(Flag Unfurling) કરવામાં આવે છે.
લોકોમાં કન્ફ્યુઝન હોય છે કારણ કે, સામાન્ય બોલચાલની ભાષામાં, લોકો ઘણીવારFlag Hoisting અને Flag Unfurling ને એક જ માને છે. તમને જણાવી દઈએ કે, 1947માં ભારત આઝાદ થયું હતુ. પહેલી વખત ઝંડાને નીચેથી ઉપર લઈ જવામાં આવ્યો હતો. કારણ કે, ત્યારે આપણા રાષ્ટ્રધવ્જને અધિકારિક રુપથી પહેલી વખત ચઢાવ્યો હતો ત્યારથી આ પરંપરા છે કે,પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવવાની પરંપરા રહી છે, જેનો અર્થ થાય છે કે તેને જમીન પરથી ઉંચો કરવો. આ સ્વતંત્રતાની ઉજવણી અને એક નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે.
ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી Flag Unfurling 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગુ થયું હતુ, આપણે ગળતંત્ર બન્યા. ત્યાં સુધી આપણે ધ્વજ પહેલાથી ઉપર સ્થાપિત હતો. તેને રસ્સીથી ખોલી ફરકાવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ઝંડાને Unfurling કરે છે. એટલે કે, પહેલાથી ઉપર રહેલા ધ્વજને ફરકાવવાનો. આ સંવિધાન ,લોકતંત્ર અને સંસ્થાઓના સન્માનનું પ્રતિક છે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે. શાળા, કોલેજો વગેરેમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાજપથ પર ભારતીય ધ્વજ ફરકાવે છે. કર્તવ્યપથ પર શાનદાર પરેડ યોજાય છે. જેમાં વિવિધ રાજ્યો અને સરકારી વિભાગોની ઝાંખીઓ હોય છે. 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો દિલ્હી આવે છે. ભારતીય સેનાના હથિયારો પ્રદર્શિત કરવામાં આવે છે.ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. તેથી ભારતમાં દેશ 1947થી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
Published On - 11:00 am, Fri, 16 January 26