USA ના Visa માટે તમારે 2 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે, આ શોર્ટકટથી મળશે ઝડપી વિઝા

|

Jan 22, 2023 | 3:05 PM

જો તમારે નોકરી કે અભ્યાસ માટે અમેરિકા જવા માગો છો, પરંતુ વિઝા મેળવવા માટે લગભગ 2 વર્ષ સુધી રાહ જોઈ શકતા નથી. તો પછી આ પદ્ધતિ તમારા માટે કામ આવશે.

USA ના Visa માટે તમારે 2 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે, આ શોર્ટકટથી મળશે ઝડપી વિઝા
US Visa
Image Credit source: Google

Follow us on

જે લોકો અમેરિકામાં કામ કરવા અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે, તેમનો પ્લાન ખાલી પ્લાન જ રહી જાય છે. કારણ કે, યુએસ વિઝા મેળવવામાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે અમેરિકન વિઝા મેળવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ સમયગાળો 1000 દિવસ એટલે કે લગભગ 3 વર્ષ સુધી પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં, જો તમે આ વેઇટિંગ પીરિયડને ઘટાડવા માંગો છો, તો શક્ય છે કે આ પદ્ધતિ તમારા માટે કામ આવી શકે છે.

ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાથી અમેરિકા જવા માટે વિઝા અરજીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. કોરોનાના નિયંત્રણો હટાવ્યા બાદ તેમાં ભારે વધારો થયો છે.

કયા વિઝા માટે કેટલો વેઇટિંગ પીરિયડ

અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિઝા માટે વેઇટિંગ પીરિયડ સમયગાળો લગભગ 90 દિવસ પર સ્થિર થઈ ગયો છે. પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં USએ બિઝનેસ માટે (B-1) અને ટૂરિસ્ટ માટે (B-2) વિઝા માટે રાહ જોવાનો સમયગાળો 1000 દિવસ સુધી પહોંચી ગયો હતો. તે હજુ પણ ખુબ વધારે છે અને લગભગ 2 વર્ષથી આસપાસ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારત સરકારે અમેરિકાને આ વેઇટિંગ પીરિયડ ઘટાડવા વિનંતી કરી છે. અમેરિકા પણ આમાં ઘટાડો કરવા પ્રયત્ન કરી રહ્યું છે. ETના એક સમાચાર મુજબ અમેરિકાએ તેના માટે સક્ષમ ઈમિગ્રેશન અધિકારીઓને મોકલ્યા છે. એટલું જ નહીં કોરોના પછી તે જર્મની, થાઇલેન્ડ સહિત અન્ય ઘણી એમ્બેસી ખોલી રહ્યા છે.

2 વર્ષના વેઇટિંગ પિરિયડથી બચાવાનો રસ્તો

જો તમે 2 વર્ષની રાહ જોઈ શકતા નથી, અથવા તે તમારી વ્યવસાય યોજના અથવા કારકિર્દીને નષ્ટ કરી શકે છે, તો પછી તમે થર્ડ કન્ટ્રી નેશનલ (TCN) વિઝાનો ઉપયોગ કરી શકો છો. TCN વિઝા એ USના વિઝા મેળવવાની એક કારગર રીત છે. તમે આ વિઝા માટે તમારા દેશ એટલે કે ભારતને બદલે અન્ય કોઈપણ દેશના યુએસ કોન્સ્યુલેટમાં અરજી કરી શકો છો.

આ અંગે નિષ્ણાતો કહે છે કે ઘણા પ્રકારના અમેરિકન વિઝા માટે TCN વિઝા એપ્લિકેશન આપવી સારી બાબત છે. સામાન્ય રીતે આ અરજીને વર્ક વિઝા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. TCN વિઝાની ખાસ વાત એ છે કે તેના માટે વિઝા એપોઇન્ટમેન્ટ સરળતાથી ઉપલબ્ધ છે. ભારતમાં પણ તે એટલી સરળતાથી ઉપલબ્ધ થતી નથી.

TCN મેળવવામાં આવી શકે છે આ પરેશાની

જો કે TCN રૂટથી વિઝા મેળવવામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. નિષ્ણાતોના મતે, ઘણી વખત એવું બને છે કે તમે જે દેશમાં આ વિઝા માટે અરજી કરી હોય ત્યાંની અમેરિકન કોન્સ્યુલેટ ત્યાંના સ્થાનિક અધિકારીઓ ભારતની રીતોથી પરિચિત હોતા નથી, તેથી બિન-ઇમિગ્રન્ટ હેતુઓ માટે USAની મુસાફરી વિશે તેમને સમજાવવું મુશ્કેલ બની શકે છે.

પહેલા ભારતમાં વિઝા અરજી રદ કરવી, પછી અન્ય દેશમાં અરજી કરવી અને વિઝા ફી ચૂકવવી એ પણ એક પડકાર બની શકે છે. ત્રીજી સમસ્યા એ છે કે આ વિઝા દ્વારા અમેરિકન વિઝા માટે ફક્ત તે જ દેશોમાંથી અરજી કરી શકાય છે, જેના માટે ભારતીય વ્યક્તિ પાસે વિઝા છે. કાં તો તેઓ વિઝા વિના મુસાફરી કરી શકે છે અથવા તેમને અમેરિકા ઉતર્યા પર વિઝા મળે છે.

જો તમને અગાઉ યુએસ વિઝા નકારવામાં આવ્યા હોય અથવા જે લોકોનો ગુનાહિત રેકોર્ડ છે અથવા નાણાકીય સ્થિતિ સારી નથી, સામાન્ય રીતે તેઓને TCN વિકલ્પ દ્વારા વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Published On - 2:54 pm, Sun, 22 January 23

Next Article