Bone Facts : આંગળીઓ ચટકાવવાથી કટક અવાજ કેમ આવે છે? હાડકાં નહીં, સાંધાની અંદર થાય છે આ પ્રક્રિયા! Video

આંગળીઓ ચટકાવવાનો અવાજ ઘણા લોકોને ખૂબ જ સંતોષકારક લાગે છે. પરંતુ જ્યારે આંગળીઓ ચટકાવવામાં આવે ત્યારે હાડકું તૂટવા જેવો અવાજ ક્યાંથી આવે છે એ તમે ક્યારેય વિચાર્યું છે? હકીકતમાં આ અવાજ હાડકાં તૂટવાથી નહીં પરંતુ સાંધાની અંદર થતી એક રસપ્રદ ભૌતિક પ્રક્રિયાને કારણે આવે છે.

Bone Facts : આંગળીઓ ચટકાવવાથી કટક અવાજ કેમ આવે છે? હાડકાં નહીં, સાંધાની અંદર થાય છે આ પ્રક્રિયા! Video
Finger Cavitation
Image Credit source: iStock
| Updated on: Aug 26, 2026 | 2:04 PM

આંગળીઓ ચટકાવવાનો અવાજ ઘણા લોકોને ખૂબ જ સંતોષકારક લાગે છે. પરંતુ જ્યારે આંગળીઓ ચટકાવવામાં આવે ત્યારે હાડકું તૂટવા જેવો અવાજ ક્યાંથી આવે છે એ તમે ક્યારેય વિચાર્યું છે? હકીકતમાં આ અવાજ હાડકાં તૂટવાથી નહીં પરંતુ સાંધાની અંદર થતી એક રસપ્રદ ભૌતિક પ્રક્રિયાને કારણે આવે છે.

હાડકાં તૂટવાનો સંકેત નથી, પરંતુ સાંધાની અંદર થતી પ્રક્રિયાનું પરિણામ

આપણા દરેક સાંધાની અંદર સિનોવિયલ ફ્લુઇડ (Synovial Fluid) નામનું એક ખાસ પ્રવાહી હોય છે. આ પ્રવાહી સાંધામાં રહેલા હાડકાંને સરળતાથી હલનચલન કરવામાં મદદ કરે છે અને ઘર્ષણ ઘટાડે છે. જ્યારે તમે આંગળીને ખેંચો છો અથવા ચટકાવો છો, ત્યારે સાંધાની અંદરની જગ્યા અચાનક વધી જાય છે. પરિણામે સાંધાની અંદરનું દબાણ ઝડપથી ઘટે છે. આ સમયે સિનોવિયલ ફ્લુઇડમાં ઓગળેલા વાયુઓને કારણે સાંધાની અંદર અચાનક એક નાની કેવિટી (cavity) બને છે. આ પ્રક્રિયાને કેવિટેશન (Cavitation) કહેવામાં આવે છે. આ જ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો અવાજ આપણને ‘કટક’ અથવા ‘ક્રેક’ તરીકે સંભળાય છે. એટલે આ અવાજ હાડકાં તૂટવાનો સંકેત નથી, પરંતુ સાંધાની અંદર થતી ભૌતિક પ્રક્રિયાનું પરિણામ છે.

એકવાર આંગળી ચટકાવ્યા પછી તરત જ ફરી એ જ સાંધામાંથી અવાજ કેમ નથી આવતો?

એકવાર આંગળી ચટકાવ્યા પછી તરત જ ફરી એ જ સાંધામાંથી અવાજ આવતો નથી તેનું કારણ એ છે કે એકવાર ક્રેક થયા બાદ સાંધાને ફરી એવી ભૌતિક સ્થિતિમાં આવવા માટે થોડો સમય લાગે છે. જેમાં ફરીથી કેવિટેશન થઈ શકે. તેથી એક જ આંગળીને તરત ફરી ચટકાવવી શક્ય નથી અને થોડો સમય રાહ જોવી પડે છે. આગલી વખતે જ્યારે તમારી આંગળીઓમાંથી કટક અવાજ આવે, ત્યારે યાદ રાખજો તમારા હાડકાં નથી તૂટી રહ્યા, પરંતુ તમારા સાંધાની અંદર રસપ્રદ ફિઝિક્સ થઈ રહી છે.

નોંધ : આ વીડિયો @Unsolvedscience24 દ્વારા YouTube પર શેર કરવામાં આવ્યો છે. TV9 ગુજરાતી આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો, Trending Video : સવારી પણ અને શોપિંગ પણ! આ ટેક્સીમાં મુસાફરોને મળે છે મફત સામાન, જુઓ વાયરલ વીડિયો

Published On - 2:01 pm, Wed, 26 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.